આરોગ્ય
૧૮૧ અભયમના કર્મચારીઓને ઉનાળાની અસહ્ય ગરમીથી રક્ષણ આપવા નવી સિવિલ ખાતે ઠંડી છાશનુ વિતરણ કરાયું

સુરત:શુક્રવાર: સુરત જિલ્લાના EMRI ગ્રીન હેલ્થ સર્વિસના ૧૦૮ ઈમરજન્સી, MHU-મોબાઈલ હેલ્થ યુનિટ, ૧૯૬૨-એનિમલ હેલ્પલાઈન અને ૧૮૧ અભયમ પ્રોજેકટ સાથે સંકળાયેલા કર્મચારીઓની નિરંતર સેવાને બિરદાવતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સૌને ઠંડી છાશનુ વિતરણ કરાયું હતું. પડકારજનક પરિસ્થિતિઓમાં નાગરિકોને આવશ્યક આરોગ્યસંભાળ સેવાઓ પહોંચાડવા માટે સતત કાર્યશીલ એવા આરોગ્ય કર્મીઓને તેમની અથાગ સેવા માટે પ્રોત્સાહન આપવા તેમજ હાલ ઉનાળાની અસહ્ય ગરમીથી રક્ષણ આપી આ ફ્રંટલાઈન હીરોઝના સ્વાસ્થ્યની દરકાર કરવાના હેતુસર તાજી ઠંડી મસાલા છાશનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમનું આયોજન સુરત અને તાપી જિલ્લાના ૧૦૮ ના પ્રોજેક્ટ મેનેજરશ્રી અભિષેક ઠક્કર તેમજ સુરત જિલ્લાના સુપરવાઇઝરશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ.