ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમસ 2025 માં જી.ટી.યુ.ના ડૉ.ગોહિલ ની કૉ ઓર્ડીનેટર તરીકે પસંદગી.

ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમસ 2025 માં જી.ટી.યુ.ના ડૉ.ગોહિલ ની કૉ ઓર્ડીનેટર તરીકે પસંદગી.
એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા નિમણૂક
મલખમ રમતોની મુખ્ય જવાબદારી સંભાળશે: જી.ટી.યુ. માટે ગૌરવની ઘટના.
સમગ્ર ભારત વર્ષની 1,000 થી પણ વધારે યુનિવર્સિટી ના સ્પોર્ટ્સ ડાયરેકટર માંથી માત્ર 23 ડાયરેક્ટરો ને કોર્ડીનેટર તરીકે નીમવામાં આવેલ જેમાં ગુજરાતના બે પ્રતિનિધિઓની પસંદગી થયેલ છે.
જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે કાર્યરત સ્પોર્ટ્સ ઓફિસર ડો. આકાશ ગોહિલ ની મલખંભ રમત કો-ઓર્ડીનેટર તરીકે પસંદગી કરવામાં આવેલ છે. આગામી નવેમ્બર ૨૬ થી ડિસેમ્બર ૫ સુધી આ રમત આયોજન રાજસ્થાન ના ૬ મુખ્ય શહેરોમાં થનાર છે.
જી.ટી.યુ. દ્વારા છેલ્લા ૫ વર્ષથી મેવાડ ખાતે આવેલ ITR – GTU ખાતે મલખંબ રમત સેન્ટર બનાવીને આ રમતને પ્રોત્સાહન આપવામાં આવે છે.
ગુજરાત ટેકનલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ કે .ગજ્જર અને કુલસચિવ ડો. કે. એન. ખેર અને સમગ્ર યુનિવર્સિટી પરિવાર અને રમત પ્રેમી તરફથી ડો. આકાશ ગોહિલને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે. જી.ટી.યુ. દ્વારા વિદ્યાર્થીઓને અનુલક્ષીને ઘણી પ્રવુતિઓ હાથ ધરવામાં આવે છે. ગુજરાતના યુનિવર્સિટી રમતગમત ક્ષેત્રમાં આ નિમણૂક આવકાર્ય છે.



