પ્રાદેશિક સમાચાર
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા ૨૧ વ્યકિતઓને રેસ્કયુ કરાયાઃ
સુરતઃબુધવાર:- સુરત જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના પરિણામે જનજીવન પર માઠી અસર પહોંચી છે. આજે તા.૨૪/૭/૨૦૨૪ના રોજ સવારે માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભુખી નદી કિનારે બોરીયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રીના ૨.૦૦ વાગ્યે ધુંટણસમા પાણી ભરાયા હતા. તત્કાલ માંગરોળના નાયબ મામલતદાર,તલાટી સહિતના અધિકારીઓએ તત્કાલ SDRFની ટીમને જાણ કરી હતી. જેથી વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા ૧૦ મહિલાઓ, ૯ પુરુષો તથા બે બાળકો મળી ૨૧ વ્યકિતઓ તથા પશુઓને રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.