ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હૃદયના દાનની ૫૫મી અને ફેફસાંના દાનની ૨૬મી ઘટના

ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હૃદયના દાનની ૫૫મી અને ફેફસાંના દાનની ૨૬મી ઘટના
વાટલીયા પ્રજાપતિ સમાજના બ્રેઈન ડેડ હિતેશ નથુભાઈ કાચરીયા ઉ.વ. ૪૦ ના હૃદય, ફેફસા, લિવર, કિડની અનેચક્ષુઓનું દાન ડોનેટલાઈફનાસંસ્થાના માધ્યમથી કરી કાચરીયા પરિવારે સાત વ્યક્તિઓને નવજીવન બક્ષીમાનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
હૃદયનું ટ્રાન્સપ્લાન્ટગામ વસઈ તા. વિજાપુર જી.મહેસાણાના રહેવાસી, ૪૭ વર્ષીય વ્યક્તિમાંઅમદાવાદનીસીમ્સહોસ્પીટલમાં કરવામાં આવ્યું.
A/૪૬, વિશાલનગર સોસાયટી ૧, બાલાશ્રમ પાછળ, કતારગામ, સુરતખાતે રહેતા અને હોટફિક્ષ (ટેક્ષટાઈલ) મશીન પર જોબવર્ક કરી પોતાના પરિવારનુંભરણપોષણ કરતા હિતેશભાઈને માથામાં દુ:ખાવો, વોમિટીંગઅને ચાલવામાં તકલીફ થવાને કારણે તા.૧૦ ડિસેમ્બરના રોજ સીમ્સ હોસ્પિટલમાં ન્યુરોફીઝીશિયન ડૉ. પાર્થિવ દેસાઈની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.
વધુ સારવાર માટે તેમને તા. ૧૧ ડિસેમ્બરના રોજ INS હોસ્પિટલમાં ન્યુરોફીઝીશિયન ડૉ. અનિરુદ્ધ આપ્ટે ની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. નિદાન માટે MRI કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો વધી ગયો હોવાનું નિદાન થયું હતું. તા.૧૨ ડિસેમ્બર ના રોજ ફરી એક વખત MRI કરાવતા નાના મગજનું પાણીનું પ્રેશર ઘટી જવાને કારણે નાનું મગજ કરોડરજ્જુના ભાગમાં ખસી જવાને કારણે નાના મગજમાં લકવો થયો હોવાનું નિદાન થયું હતું. જેને કારણે નાના મગજમાં લોહીનો પ્રવાહ બંધ થઇ જતા નાનું મગજ કામ કરતુ બંધ થઇ ગયું હતું.
તા.૧૬ ડિસેમ્બર ના રોજ ન્યુરોફીઝીશિયન ડૉ. અનિરુદ્ધ આપ્ટે, ડૉ. મનોજ સત્યવાણી, ન્યુરોસર્જન ડૉ. અશોક પટેલ, ડૉ. ધવલ કોરાટ અને ડૉ. મૈત્રિક પટેલે હિતેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.
ન્યુરોફીઝીશિયન ડૉ. અનિરુદ્ધ આપ્ટે એ ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલા નો ટેલીફોનીક સંપર્ક કરી હિતેશભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી.
ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોચી હિતેશભાઈના પત્ની જીતનાગૌરી, પુત્રી ખુશી, પિતા નથુભાઈ, ભાઈઓ અશોકભાઈ, દીપકભાઈ, સાળા સંદીપભાઈ, પિતરાઈ ભાઈ ચંદ્રેશભાઈ, દિલીપભાઈ, જયંતીભાઈ, કાંતિભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
હિતેશભાઈ ની ધર્મ પત્ની જીતનાગૌરી, પુત્રી ખુશી, પિતા નથુભાઈ, ભાઈઓ અશોકભાઈ અને દિપકભાઈ એ જણાવ્યું કે, અંગદાનનું કાર્ય ઈશ્વરીય કાર્ય છે. અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન ના સમાચારો વાંચતા હતા. શરીર તો રાખ જ થઇ જવાનું છે, અમારા સ્વજનના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓનેનવજીવન આપવા માટે આપ આગળ વધો. હિતેશભાઈના પરિવારમાં તેમના ધર્મપત્ની જીતનાગૌરી, એક પુત્રી ખુશી ઉ.વ ૧૭ જેM.S યુનિવર્સિટીમાં બેચલર ઓફ સાયન્સ ઝુલોજીમાં પ્રથમ વર્ષ માં અભ્યાસ કરે છે, બીજી પુત્રી દિતિ ઉ.વ. ૧૫ લીલાબા સ્કુલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે અને પુત્ર ધર્મ ઉ.વ ૯ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વેડરોડ ખાતે ધોરણ ૪માં અભ્યાસ કરે છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બે કિડની માંથીએકકિડની અમદાવાદનીશેલ્બીહોસ્પિટલને અનેબીજી કિડનીસ્ટર્લીંગ હોસ્પિટલને ફાળવવામાં આવી. NOTTO દ્વારાફેફસા ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા.
દાનમાં મેળવવામાં આવેલા હૃદય નું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ગામ વસઈ તા. વિજાપુર જી.મહેસાણાના રહેવાસી ૪૭ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ડૉ. ધીરેન શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
દાનમાં મેળવવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલમાં દિલ્હીના રહેવાસી ૬૦ વર્ષીય વ્યક્તિમાં ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલમાં ડૉ. અરવિંદ કુમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ થાણે, મહારાષ્ટ્રના રહેવાસી ૩૭ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં
ડૉ.પ્રસાંથ રાવ, ડૉ. ધર્મેશ ધાનણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથીએક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદનીશેલ્બી હોસ્પિટલ અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટસ્ટર્લીંગ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું.ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
હૃદય અને ફેફસા સમયસર અમદાવાદ અને ગુરગાઉ પહોચાડવા માટે INS હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનાબે ગ્રીન કોરીડોરસુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યાહતા.
ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૨૮ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની પંચાવનમીઅનેફેફસાના દાન કરાવવાની છવીસમીઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં હિતેશભાઈ ની ધર્મપત્ની જીતનાગૌરી, પુત્રી ખુશી, પિતા નથુભાઈ, ભાઈઓ અશોકભાઈ અને દિપકભાઈ, સાળા સંદીપભાઈ, પિતરાઈ ભાઈ ચંદ્રેશભાઈ, દિલીપભાઈ, જયંતીભાઈ, કાંતિભાઈ તેમજ કાચરીયા પરિવારના અન્ય સભ્યો ન્યુરોફીઝીશિયન ડૉ. અનિરુદ્ધ આપ્ટે, ડૉ. મનોજ સત્યવાણી, ન્યુરોસર્જન ડૉ. અશોક પટેલ, ડૉ. ધવલ કોરાટ, ડૉ. મૈત્રિક પટેલ, મેડીકલ એડમિનિસ્ટ્રેટરડૉ. નેહા શાહ, RMO ડૉ. પારૂલ ઢોલીયા, ડૉ. રીંકલ પટેલ, ડૉ. અતુલ સુવાગીયા, ડૉ. નસીમ મલબારી, ડૉ. યોગેશ કલસરીયા, ડૉ. મોહિત રાઠોડINS હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન,ટ્રસ્ટી અને CEO નીરવ માંડલેવાળા, ટ્રસ્ટી હેમંત દેસાઈ, કરણ પટેલ, સ્મિથ પટેલ, મેક્ષ પટેલ,અંકિત પટેલ,ક્રીશ પટેલ,દિવ્યાંગ પટેલ, સની પટેલ, કિરણ પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ, ભરતભાઈ ત્રિવેદી, અવિનાશ ચૌધરી, ચિરાગ સોલંકી, જતીનભાઈ કાપડિયાનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૨૭૨ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૧૬ કિડની, ૨૨૫ લિવર, ૫૫ હૃદય, ૫૨ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૫ હાથ, ૧ નાનું આતરડું અને ૪૦૯ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૧૬૯ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.