વ્યાપાર

2026માં ભારતમાં મજબૂતીના માર્ગ પર નિસાન, સામે આવી 7-સીટર B-MPV ગ્રેવાઇટની માહિતી

2026માં ભારતમાં મજબૂતીના માર્ગ પર નિસાન, સામે આવી 7-સીટર B-MPV ગ્રેવાઇટની માહિતી
ગુરુગ્રામ, 18 ડિસેમ્બર, 2025: નિસાનની નવી ગેમ-ચેન્જિંગ 7-સીટર B-MPVનું નામ ગ્રેવાઇટ હશે અને તેને 2026ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. ભારત માટે બ્રાન્ડની રિફ્રેશ્ડ અને સ્ટ્રેટેજિક લાઇન-અપ હેઠળ લોન્ચ થતું આ પ્રથમ મોડેલ હશે. આધુનિક ભારતીય પરિવારો માટે ખાસ તૈયાર કરાયેલ ગ્રેવાઇટ શાનદાર વિવિધતા અને મોડ્યુલેરિટી પ્રદાન કરશે. વેલ્યૂ શોધતા પરિવારો માટે સુવિધાઓને નવી વ્યાખ્યા મળશે, સાથે જ નિસાનના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણને ગતિ મળશે.
નિસાન મોટર ઇન્ડિયાની મહત્ત્વાકાંક્ષી પ્રોડક્ટ ઓફેન્સિવ હેઠળ બીજા મોડેલ તરીકે જુલાઈ, 2024માં ગ્રેવાઇટની જાહેરાત કરવામાં આવી હતી. આ મોડેલ કંપનીની વિકાસ ગતિ દર્શાવે છે. કંપનીના પ્રોડક્ટ રોડમેપમાં 2026ની શરૂઆતમાં ગ્રેવાઇટનું લોન્ચિંગ, 2026ના મધ્યમાં ટેક્ટોન અને 2027ની શરૂઆતમાં 7-સીટર C-SUVનું લોન્ચિંગ સામેલ છે. આથી ભારતીય ગ્રાહકો માટે પોતાની ઓફરિંગને વિવિધ, મજબૂત અને રીવાઇટલાઇઝ કરવાની નિસાનની પ્રતિબદ્ધતા સાબિત થાય છે.
એક નામ જે નિસાનની મહત્ત્વાકાંક્ષા દર્શાવે છે
‘ગ્રેવાઇટ’ નામ ‘ગ્રેવિટી’ (ગુરુત્વાકર્ષણ) શબ્દથી પ્રેરિત છે, જે સંતુલન, સ્થિરતા અને શક્તિશાળી આકર્ષણનું પ્રતિક છે. આ પરિવારને આરામ, વિવિધતા અને સરળ કનેક્ટિવિટી આપતા વાહનો ડિઝાઇન કરવાની નિસાનની દૃષ્ટિ દર્શાવે છે. 1.4 અબજ ભારતીયો અને દેશની આધારશિલા બનેલી 19,000 ભાષાઓ અને પરંપરાઓથી પ્રેરિત ગ્રેવાઇટ મહત્ત્વાકાંક્ષી અને બહુમુખી ભારતીયો માટે સચોટ સાથી બનીને સામે આવશે.
ઇન્ટીરિયર: મોડ્યુલેરિટી અને કમ્ફર્ટનું ઉત્તમ સંયોજન
કેબિનમાં વિશાળ ખુલ્લાપણું અને ક્લાસ-લીડિંગ સ્ટોરેજ ઇનોવેશન્સ સાથે ગ્રેવાઇટ પરિવારના સફરને ખાસ બનાવશે. તેની દરેક બાબત વિવિધતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેમાં પેસેન્જર અને કાર્ગોની જુદી-જુદી જરૂરિયાતોને અનુરૂપ એડજસ્ટ થતી અલ્ટ્રા-મોડ્યુલર સીટિંગ આપવામાં આવી છે. આ સ્માર્ટ રીતે સ્પેસ યુટિલાઇઝેશનને શક્ય બનાવે છે, જે રોજિંદા પ્રવાસ સાથે સાથે ફેમિલી રોડ ટ્રિપ માટે પણ અનુકૂળ છે.
2026ની શરૂઆતમાં ગ્રાન્ડ ડેબ્યૂ માટે તૈયાર ઓલ-ન્યુ ગ્રેવાઇટનું ઉત્પાદન ચેન્નઈ સ્થિત પ્લાન્ટમાં કરવામાં આવશે. આ ખાસ કરીને ભારતીય ગ્રાહકોની બદલાતી માંગ મુજબ વાહનો પહોંચાડવાની નિસાન મોટર ઇન્ડિયાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નિસાનની નવી લાઇન-અપમાં બીજા મહત્વપૂર્ણ મોડેલ તરીકે ગ્રેવાઇટ, ભારતમાં બ્રાન્ડના નવા પ્રોડક્ટ્સની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
ડિઝાઇન અને પ્રેરણા
નિસાનની ગ્લોબલ ડિઝાઇન લેંગ્વેજને અનુરૂપ ઓલ-ન્યુ ગ્રેવાઇટ તેની બોલ્ડ અને અનોખી ઓળખ સાથે ઉભરી આવશે. તેનો સિગ્નેચર C-શેપ્ડ ફ્રન્ટ ગ્રિલ નિસાનના DNAનું ડિફાઇનિંગ એલિમેન્ટ છે, જે તેની રોડ પ્રેઝન્સને વધુ બોલ્ડ બનાવે છે. ગ્રેવાઇટના સ્લીક હોરિઝોન્ટલ પ્રોપોર્શન અને આત્મવિશ્વાસભર્યા, મસ્ક્યુલર સ્ટાન્સ તેને પ્રેક્ટિકલ અને રોજિંદા ઉપયોગ સાથે સાથે મોડર્ન એલિગન્સ પણ આપે છે.
ગ્રેવાઇટ તેના સેગમેન્ટમાં એકમાત્ર મોડેલ છે જેમાં યુનિક રિયર ડોર બેજિંગ સાથે હૂડ બ્રાન્ડિંગ આપવામાં આવ્યું છે. આ એક બોલ્ડ ડિઝાઇન પસંદગી છે, જે તેની ખાસ ઓળખને વધુ ઉન્નત બનાવે છે. તેના રિયર ફેશિયાથી નિસાનની સિગ્નેચર C-શેપ્ડ ઇન્ટરલોક થીમ જોવા મળે છે, જે રસ્તા પર આ MPVની પ્રેઝન્સને સૌની નજર ખેંચતી બનાવશે.
નિસાન AMIEO (આફ્રિકા, મિડલ ઈસ્ટ, ભારત, યુરોપ અને ઓશિયાનિયા)ની ચેરપર્સન મેસિમિલિયાનો મેસિનાએ જણાવ્યું હતું કે, “AMIEOની પરફોર્મન્સમાં ભારતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે અને નિસાન મોટર ઇન્ડિયા અમારી સ્ટ્રેટેજીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નાણાકીય વર્ષ 25માં અમે અમારા બિઝનેસ ઓપરેશન્સને મજબૂત કર્યા, પોર્ટફોલિયોને વિસ્તૃત કર્યું અને 2024 પ્રોડક્ટ ઓફેન્સિવ હેઠળ કરેલા દરેક વચનને પૂર્ણ કર્યું. ગ્લોબલ ઇન્સાઇટ્સ અને ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ આવનારી પ્રોડક્ટ લાઇન-અપ આ ડાયનેમિક માર્કેટ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારત માટે, ભારતમાં અને અનેક આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ માટે વિકસિત નવા મોડેલ્સ સાથે ભારત, નિસાન એલાયન્સના વિકાસ માટે મુખ્ય વાહક અને સ્ટ્રેટેજિક હબ બની રહ્યું છે. ગ્રેવાઇટની રજૂઆત અમારી ગતિ દર્શાવે છે અને આગળના સફરમાં અમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત કરશે.”
નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સે કહ્યું, “ઓલ-ન્યુ ગ્રેવાઇટ બદલાતા ભારતીય બજાર પર નિસાન મોટર ઇન્ડિયાના નવીન ફોકસનો પુરાવો છે. આ મોડેલ દેશના તાણાબાણામાં ઊંડે સુધી જોડાયેલો છે અને અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો માટે પરફેક્ટ સાથી બનવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અમારા નવા પ્રોડક્ટ લાઇન-અપમાં બીજા મોડેલ તરીકે ગ્રેવાઇટ, બદલાવના અમારા સફરમાં મહત્વપૂર્ણ પગલું છે અને ભારતીય ગ્રાહકોની અપેક્ષાઓ મુજબ વાહનો આપવા પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.” આ વિકાસને સપોર્ટ કરવા માટે નિસાન દેશભરમાં તેના ડીલરશિપ નેટવર્કને ઝડપથી વિસ્તારી રહી છે, જેથી વધુ પહોંચ અને ગ્રાહકોને ઉત્તમ અનુભવ મળી શકે.
આ જ માર્ગ પર આગળ વધતાં, નિસાન મેગ્નાઇટ કંપનીના સૌથી સફળ ‘મેડ ઇન ઇન્ડિયા’ મોડેલ્સમાંના એક તરીકે વિશ્વભરમાં પોતાની ઓળખ મજબૂત કરી રહી છે. દક્ષિણ એશિયા, મિડલ ઈસ્ટ, આફ્રિકા અને લેટિન અમેરિકા સહિત 65 બજારોમાં નિકાસ થતી મેગ્નાઇટની શાનદાર સ્વીકાર્યતા, નિસાન માટે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ તરીકે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.
ભારતમાં પોતાના ફ્યુચર-રેડી પ્રોડક્ટ રોડમેપને વધુ મજબૂત કરતાં, નિસાનએ ઑક્ટોબર, 2025માં પોતાની આવનારી પ્રીમિયમ SUV ટેક્ટોનની ઝલક રજૂ કરી હતી. તેના શાનદાર ડિઝાઇન અને આધુનિક ટેક્નોલોજી સાથે ટેક્ટોને બ્રાન્ડના વિકાસના આગામી તબક્કા માટે માહોલ બનાવ્યો હતો, અને નવા ગ્રેવાઇટની રજૂઆત સાથે તેને નવી ઊંચાઈ મળી છે. આ ભારતીય બજાર માટે કંપની તરફથી મજબૂત અને મલ્ટી-સેગમેન્ટ પહેલનો સંકેત છે.
સ્પેસિફિકેશન્સ અને કિંમત સહિતની અન્ય માહિતી બાદમાં આપવામાં આવશે.
વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો: www.nissan.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button