સાધલી ભારત વિદ્યાલય હાઇસ્કુલ માં રક્ષાબંધનની ઉજવણી

સાધલી ભારત વિદ્યાલય હાઇસ્કુલ માં સુશોભિત કેન્દ્ર બનાવી ને બ્રહ્માકુમારી તથા બ્રહ્મા કુમારો અને ગામના અગ્રણી ભાઈ બહેનો સાથે રક્ષાબંધન પર્વની તમામને શુભકામના આપવામાં આવી હતી આ પ્રસંગે રાજયોગેની જ્યોતિ દીદી ખાસ પધાર્યા હતા. કપાળમાં તિલક હાથમાં રક્ષા સૂત્ર અને અંતમાં પ્રસાદ આપીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ,કપાળમાં તિલક આત્મિક સ્વરૂપમાં ટકી રહેવાનું પ્રતીક છે ,અને મીઠાઈ, મીઠા વચનો દ્વારા સદાય મનને મીઠું બનાવી રાખવાનું પ્રતીક છે. રક્ષાબંધનનું પર્વ આપણને પુણ્ય કર્મ કરવાનું અને વિષય વિકારોની આદતો છોડવાની પ્રેરણા આપે છે. વ્યસનો અને વિકારોથી દૂર રહેવાનું અને બધા માટે શુભ ભાવના અને નમ્રતા રાખવાના શપથ લીધા હતા. સાધલી બ્રહ્માકુમારી બહેનો દ્વારા પોલીસ સ્ટેશન, બેંકો ,કોલેજ, શાળાઓ, પંચાયત કચેરી ,હોસ્પિટલો ,અગ્રણીઓ અને કુકસ શ્રી નાયાજી મહારાજ મંદિરના ક્રાંતિકારી સ્વામીશ્રી શિવરામદાસજી મહારાજને રક્ષાકવચ તથા મનમોહન સૂત્ર સાથે ફોટો ફ્રેમ આપીને પર્વની ઉજવણી કરી હતી.