ચેક રિટર્ન કેસમાં ભાવેશ માધાણીને 1 વર્ષની સજા ફટકારતી કોર્ટ

રૂ.20ના ચેક રિટર્ન કેસમાં આરોપી ભાવેશ માધાણીને કોર્ટે 1 વર્ષની કેદની સજા ફટકારી હતી.
મેસર્સ કથીરીયા એન્ડ કુંના માલિક એવા ફરિયાદી રાહુલ શંભુ કથીરીયાએ આરોપી ભાવેશ નારણ માધાણી સાથે સંપર્ક થયો હતો. ફરીયાદી કે જેઓ દરેક સરકારી સબસીડીને લગત કન્સલ્ટન્ટ કામકાજ કરતા હતા અને આરોપીએ હોમ લોન લીધી હોય અને સરકારી સબસીડી મેળવવા બદલ અરજી કરી હતી પરંતુ સમયસર સબસીડીની રકમ ન આવતા આરોપીએ ફરીયાદીનો સપંર્ક કર્યો હતો.
અને આરોપીએ ફરીયાદીને કન્સલ્ટન્ટીંગ અને પ્રોસેસ ચાર્જ પેટે રૂા.૨૦,૦૦૦ પુરા ચુકવવાના અંગેની એફીડેવીટ કરી આપી હતી. બાદ આરોપીની હોમ લોનની સરકારી સબસીડી મેળવવાની કાર્યવાહી ફરીયાદીએ કરી, આરોપીના ખાતામાં સબસીડીની રકમ જમા થયેલ બાદ આરોપીએ ફરીયાદીની આ કાયદેસરની લેણી રકમ કબુલ રાખી રૂ.૨૦૦૦૦|-ની રકમનો વિગતો ભરેલ ચેક ફરીયાદીને આરોપીએ સહી કરી આપેલો અને આ ચેક બેંકમા રજૂ કરતા પરત થયો હતો. ફરીયાદીએ કોર્ટમાં એડવોકેટ રમેશ વી. સાનેપરા મારફતે ફરીયાદ દાખલ કરી હતી. કોર્ટે આરોપી ભાવેશ માધાણીને તક્સીરવાર ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.