રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો 48 મો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો

Surat Ankleshwar News: સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત અંકલેશ્વરનો 48 ગ્રહણ સમારંભ ગુમાનદેવ મંદિરનાં મહંત શ્રી મનમોહનદાસજીનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. વર્ષ 2024 – 25 નાં કાર્યકાળ માટે પ્રમુખ તરીકે સુનીલ નેવે, સેક્રેટરી વલકેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી ડો. રોમશા રાજપુરોહિત, વોઈસ પ્રેસિડન્ટ કિશોર સુરતી, પ્રેસિડન્ટ ઇલેક્ટ પંકજ ભરવાડા, ક્લબ ટ્રેનર અર્પણ સુરતી, Foundation ફાઉન્ડેશન ચેર મીરાં પંજવાણી, મેમ્બરશીપ ચેર સુનિલ નાડકર્ણી, પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલ, ટ્રેઝરર મહાવીર જૈન, સર્વિસ પ્રોજેક્ટ ચેર મનીષ શ્રોફ, ઈમિડીયેટ પાસ્ટ પેસિડન્ટ ઘનશ્યામ ગજેરા, બુલેટિન એડિટર અનિતા કોઠારી જ્યારે સરર્જેંત ઓફ આર્મ્સ તરીકે દિલીપ પાટીલની વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઇન્સ્ટોલિંગ ઓફિસર તુષાર શાહ, અધિક નિવાસી કલેકટર એન. આર. ધાંધલ, ઓએનજીસી મેનેજર વિજયકુમાર ગોખલે, કલામંદિર જ્વેલર્સ ડિરેક્ટર શરદ શાહ, અશોક પંચવણી સહિત રોટરીયાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.