સાપુતારાના ઘાટ પર બસ ખીણમા ખાબકી
Surat Saputara News: તા 7 સાપુતારા ના સહેલગાહે આવેલા ચોક બજાર સુરત ના પ્રવાસીઓને સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ ના યુ ટર્ન મા લકઝરી બસ ના ચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ સરક્ષણ દિવાલ સાથે અથડાવી ખીણમાં ખાબકી મળતી માહિતી મુજબ સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઘાટ ઉપર યુટનૅમા બાપા સિતારામ ટ્રાવેલ બસ નં જીજે .૯૩૯૩ઉધના થીરવિવારે સાપુતારા ની સહેલગાહે આવ્યા હતા.તેઓ સાપુતારા ના જોવાલાયક સ્થળો જોઇ.તેઓ સાંજે ૬વાગે સુરત જવા રવાના થયા હતા તે દરમિયાન સાપુતારા થી બે કિ.મી અંતરે આવેલ બસ ચાલકે ઓવર ટેક કરવાની લ્હાયમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ માગૅ સાઇડના સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ ખીણમાં ખાબકતા મુસાફરો ના ચિચિયારીઓ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બનાવ પગલે રવિવારે ભારે ભીડ હોવાથી પ્રવાસીઓ મદદે દોડી આવ્યા હતા ઘટના ની જાણ સાપુતારા પી.એસ.આઇ અને ઝેડ ભોયાને જાણ થતા તેઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ ઇજાગ્રસ્ત મુસાફરો ને ૧૦૮, પોલીસ વાન.ખાનગી વાહનોમાં શામગહાન સી.એસ.સી ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનામાં બે બાળકો બસના નીચે ચગદાઇ જવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે સાપુતારા પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.