વ્યાપાર
લેન્કસેસ ઈન્ડિયાએ ઈટી નાઉ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ એન્ડ લોજિસ્ટિક્સ એવોર્ડસ 2024 ખાતે સિલ્વર જીત્યો

Mumbai News: મુંબઈ, 4થી જુલાઈ, 2024– લેન્ક્સેસ Lanxes ઈન્ડિયાએ પ્રતિષ્ઠિત ઈટી નાઉ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ એન્ડ લોજિસ્ટિક્સ એવોર્ડસ 2024 ખાતે પાયોનિયરિંગ રિસ્ક મિટિગેશન સ્ટ્રેટેજીઝ શ્રેણી હેઠળ સિલ્વર જીત્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન અમારી સપ્લાય ચેઈન સુરક્ષિત અને વધુ સક્ષમ બનાવવાની અમારી કટિબદ્ધતાનો દાખલો છે.
લોજિસ્ટિક્સના હેડ મહેન્દ્ર શેળકેએ 28મી જૂન, 2024ના રોજ નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં લેન્ક્સેસ ઈન્ડિયા વતી એવોર્ડ સ્વીકાર્યો હતો.
સપ્લાય ચેઈનને સફળ બનાવવામાં સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સાધારકમાંથી એક ડ્રાઈવર હોય છે જેઓ એકથી અન્ય સ્થળે મટીરિયલન સુરક્ષિત ડિલિવરી માટે જવાબદાર હોય છે. એવોરડ લેન્કસેસની એમ્પાવર્ડ ડ્રાઈવર પહેલનું સન્માન કરે છે જેનું લક્ષ્ય ડ્રાઈવરોને કાઉન્સેલિંગ જેવો મહત્ત્વપૂર્ણ ટેકો આપવો કામગીરીનું મૂલ્યાંકન વ્યાપક તાલીમ સુરક્ષિત કામગીરી માટે સન્માન અને તબીબી સંભાળને પહોંચ જેવો મહત્ત્વપૂર્ણ ટેકો આપીને ડ્રાઈવરોને સશક્ત બનાવવાનું લક્ષ્ય છે. તેનાથી તેમનો ભરોસો અને આત્મવિશ્વાસ વધે છે અને તેઓ પ્રોત્સાહિત રહે છે. સંસ્થા ડ્રાઈવરોને રસ્તાઓ પર તેમની ભૂલો વિશે વાકેફ કરે છે અને તે ટાળવાની રીતથી અવગત કરે છે.
ડ્રાઈવરોને સશક્ત બનાવીને અને જાગૃતિની સંસ્કૃતિ કેળવીને લેન્ક્સેસ ઈન્ડિયા સંચાલન કાર્યક્ષમતા વધારવા સાથે તેની કામગીરીમાં દુર્ઘટનાઓ / ઘટનાઓ ઓછામાં ઓછી થાય તેમાં નોંધપાત્ર યોગદાન પણ આપે છે.
લેન્ક્સેસ ઈન્ડિયા શૂન્ય દુર્ઘટનાનું લક્ષ્ય હાંસલ કરવા અને ઉદ્યોગમાં નવાં સીમાચિહન સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે તેની સપ્લાય ચેઈનમાં ઈનોવેશન, સેફ્ટી અને સક્ષમતા પ્રેરિત કરવાની તેની કટિબદ્ધતામાં અડીખમ રહી છે.
આ સફળતા પર બોલતાં લેન્ક્સેસ ઈન્ડિયાના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર નમિતેશ રોય ચૌધરીએ જણાવ્યું હતું કે ”અમને ઈટી નાઉ પાસેથી આ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું તેની બેહદ ખુશી છે. સંસ્થા તરીકે અમે સતત એવી સક્ષમ ઈકોસિસ્ટમ નિર્માણ કરી રહ્યા છીએ, જે સક્ષમ ઉત્પાદન અને પ્રક્રિયાઓને પ્રમોટ કરવા સાથે અમારી લોજિસ્ટિક્લ ભાગીદારો સાથે કામ કરવા સમયે સક્ષમ અભિગમ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. અમારી સપ્લાય ચેઈનમાં કાર્યક્ષમતા, સક્ષમતા અને વિશ્વસનીયતા વધારવા માટે ડ્રાઈવરની સુરક્ષા અને પ્રયાસોમાં સુધારણા લાવવાની અમારી કટિબદ્ધતા નવાં સીમાચિહનો સ્થાપિત કરવાનું ચાલુ રાખશે.