વધુ એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડતી એસઓજી પોલીસ
Surat News: સુરત શહેર એસઓજી પોલીસને વધુ એક ડ્રગ્સની હેરાફેરી પકડી પાડવામાં સફળતા મળી છે. રાજસ્થાનના ઉદયપુર થી ડ્રગ્સ drugs આપવા માટે આવેલા અને ઉધના દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલા ઇનમાં રોકાયેલા સપ્લાયરને રૂપિયા 35 લાખના એમડી ડ્રગ્સ સાથે એસ ઓ જી પી એસ આઇ આર એમ સોલંકી અને તેમની ટીમે ઝડપી પાડયો હતો. આ એમ ડી ડ્રગસ drugs જેને મંગાવ્યું હતું તે ભાઠેનાના બે પેડલરોની પણ ધરપકડ સુરત એસ ઓ જીએ કરી લીધી હતી.
એસ ઓ જી પી આઈ અતુલ સોનારાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમના પી.એસ.આઇ. આર એમ સોલંકી અને તેમની ટીમના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને વાતમી મળી હતી કે ભાટેના ઉમિયા માતાના મંદિર પાસે પણ શ્રીનગરમાં રહેતા અનિષખાન ઉર્ફે અન્નુ લાકડાવાળા રાજસ્થાન પઠાણ અને ખટોદરા કોલોની માં રહેતો વિકાસ શંકર આહિર તેમજ રેહાન જમીલ અહેમદ અંસારીએ રાજસ્થાન પ્રતાપગઢ ખાતે રહેતા જાવેદ નામના યુવક પાસેથી એમડી ડ્રગ્સ drugs મંગાવ્યું હતું
જાવેદે તેના સાગરીત ચેતન કિશનલાલ શાહુ(રહે સરકારી સ્કૂલની બાજુમાં નારાયણપુરા, બડગામ, ઉદયપુર રાજસ્થાન)ને ડ્રગ્સ drugs પહોંચાડવા માટે મોકલ્યો હતો. ચેતન 354 ગ્રામ ડ્રગ્સ drugs સાથે સુરત આવ્યો હતો અને ઉધના દરવાજા ખાતે એસએઆર કોર્પોરેટ સેન્ટર નામની બિલ્ડીંગમાં સાતમા માળે આવેલી હોટલ ધ ગ્રાન્ડ વિલા ઇનમાં રોકાયો હતો. સુરત એસઓજી પોલીસે ચેતન શાહુને હોટલનાં રૂમમાંથી દ્રગ્સ સાથે પકડી પાડયો હતો.
ત્યારબાદ ડ્રગ્સ drugs મંગાવનાર અનિશ ખાન અને વિકાસ આહીરને પણ પકડી પાડ્યા હતા જ્યારે તેમની સાથેનો રેહાન પોલીસ પકડથી દૂર છે જ્યારે રાજસ્થાનથી ડ્રગ્સ drugs મોકલનાર જાવેદને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ડ્રગ્સ drugs અને રોકડ તેમજ રાજસ્થાનથી જે કારમાં આવ્યો હતો તે કાર મળી કુલ 44 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.