એન્ટરટેઇનમેન્ટ

જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલયની બાળકીઓને વિના મૂલ્યે “ઈન્ટરવ્યૂ” ફિલ્મ બતાવવામાં આવી

અમદાવાદ : અમદાવાદની જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલયની બાળકીઓને પ્રખ્યાત એનજીઓ “એક્ટ ઓફ કાઈન્ડનેસ” અને “કર કે દેખો અચ્છા લગતા હૈ” દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ “ઈન્ટરવ્યૂ” વિના મૂલ્યે બતાવવામાં આવી. અમદાવાદના પરિમલ ગાર્ડન વિસ્તારમાં આવેલ કોનપ્લેક્ષ થિયેટરના સાંજના 4-00 વાગ્યાના શોમાં 30-40 બાળકીઓએ ફિલ્મની મજા માણી.

આ ઇનિશિએટિવ “એક્ટ ઓફ કાઈન્ડનેસ”ના પિન્કીબહેન તથા “કર કે દેખો અચ્છા લગતા હૈ”ના રાજભાઈ સહીત સામાજિક કાર્યકર્તા કૃપા બહેન દ્વારા લેવામાં આવ્યું હતું. જેમ આપણે જાણીએ છીએ કે “ઈન્ટરવ્યૂ” ફિલ્મ એ સામાન્ય માણસની જીવન કથની રજૂ કરે છે જે પોતાની લાઈફનો પ્રથમ ઈન્ટરવ્યૂ આપવા જાય છે અને તે સમયે કેવું વિચારોનું વાવાઝોડું આવે છે અને સામનો કઈ રીતે કરે છે તે બતાવે છે. કલ્પના પ્રોડક્શન એલએલપીના બેનર હેઠળ ફળદુ સ્ટુડિયો અને રોડ્સ કોન્સ હેમર્સ સાથેના સહયોગથી બનેલ આ ફિલ્મમાં પરીક્ષિત તમાલીયા, સોહ્ની ભટ્ટ, દેવાંગી ભટ્ટ જોશી, કમલ જોશી અને ચેતન દૈયા મુખ્ય ભૂમિકાઓમાં છે. આ અલગ પ્રકારની વાર્તા કિલ્લોલ પરમાર દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે.

બાળકીઓને પણ આ ફિલ્મ થકી પ્રેરણા મળી કે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તમારું શ્રેષ્ઠ આપો. તમારા પરિવારજનો પણ ખૂબ સ્ટ્રગલ કરે છે તમને આગળ વધારવા તે બધાનો આદર કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલય અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી બાળકીઓને ભણાવા, ખાવાનું, રેહવાનું અને સાથે ઇત્તર પ્રવૃત્તિ માટેની વ્યવસ્થા અને આનંદ મનોરંજન માટેના પ્રોગ્રામ રાખવા અને તેમના માટે સારી ભણતરની સગવડ ઊભી કરવી, એને તેમને પગભર બનાવી આગળ વધારવા વગેરે કર્યો કરે છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button