શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં વચનામૃતની મહાપૂજા, પારાયણ, શરદોત્સવ વગેરેનું ચાર દિવસીય ભવ્ય આયોજન કરાયું

શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં વચનામૃતની મહાપૂજા, પારાયણ, શરદોત્સવ વગેરેનું ચાર દિવસીય ભવ્ય આયોજન કરાયું
શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું સંતો-ભક્તોએ હૃદયના ભાવથી ભવ્ય સ્વાગત કર્યું
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરત મુકામે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રીમુખવાણી ‘વચનામૃત’ મહાગ્રંથની મહાપૂજા, પારાયણ, પ.પૂ. આચાર્ય સ્વામીશ્રીના આશીર્વાદ અને શરદપૂર્ણિમાની ભવ્ય ઉજવણી વગેરે કાર્યક્રમનું ચાર દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે ગામે ગામના હરિભક્તો સહિત પરદેશના ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.
તા. 13-10-2024 ને રવિવારે આજે પારાયણની મહાપૂજા સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શ્રીમુખવાણી ‘વચનામૃત’ ગ્રંથનું રસપાન સંત શિરોમણિ શ્રી વિજ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ કરાવ્યું હતું.
તા. 15-10-2024ના રોજ પારાયણની પૂર્ણાહુતિ થશે, આ અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદનો લહાવો મળશે. તા. 16-10-2024ના રોજ ભવ્ય શરદોત્સવ યોજાશે. ચાર દિવસીય આ દિવ્ય અવસરનો લાભ લેવા પધારવા ભાવિક નગરજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.