સ્પોર્ટ્સ
ભારતીય ક્રિકેટની સૌથી શરમજનક હાર
ભારતીય ક્રિકેટની સૌથી શરમજનક હાર
ન્યૂઝીલેન્ડે 25 રને હરાવી ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું.
ન્યૂઝીલેન્ડે ભારત સામેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ પણ જીતી લીધી છે. આ સાથે ન્યુઝીલેન્ડે 3 મેચની શ્રેણી 3-0થી ક્લીન સ્વિપ કરી લીધી છે. ચોથી ઇનિંગમાં ભારતને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ 8 ઓવરમાં 29 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. રિષભ પંત એ આક્રમક રમત રમી હતી.જોકે, અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયને કારણે તે આઉટ થયો હતો. ભારતનો દાવ 121 રનમાં સમેટાઈ ગયો હતો.
ન્યૂઝીલેન્ડે આ મેચ 25 રને જીતી લીધી હતી. તે ભારતમાં બીજું સૌથી નાનું લક્ષ્ય છે. ભારતમાં ચોથી ઈનિંગમાં કોઈપણ વિદેશી ટીમ 200થી ઓછા સ્કોરનો બચાવ કરી શકી નથી.