એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.161 અને ચાંદીમાં રૂ.871ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ રૂ.58 સુધર્યું

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.161 અને ચાંદીમાં રૂ.871ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ રૂ.58 સુધર્યું
નેચરલ ગેસ, મેન્થા તેલ વધ્યાઃ કપાસિયા વોશ તેલ, કોટન-ખાંડીના વાયદામાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.15107.62 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.100333.81 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11219.36 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18702 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.115449.44 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15107.62 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.100333.81 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18702 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1015.05 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11219.36 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75376ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.75506 અને નીચામાં રૂ.74852ના સ્તરને સ્પર્શી, રૂ.75311ના આગલા બંધ સામે રૂ.161 વધી રૂ.75472ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.98 ઘટી રૂ.60995ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.23 વધી રૂ.7627ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.87 વધી રૂ.75464ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.88105ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.88590 અને નીચામાં રૂ.87435ના સ્તરને સ્પર્શી, રૂ.87699ના આગલા બંધ સામે રૂ.871 વધી રૂ.88570ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.810 વધી રૂ.88773ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.975 વધી રૂ.88661ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1778.71 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ નવેમ્બર વાયદો રૂ.1.75 ઘટી રૂ.813.45ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત નવેમ્બર વાયદો રૂ.4.35 વધી રૂ.283.95ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 60 પૈસા ઘટી રૂ.250.9ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું નવેમ્બર વાયદો રૂ.1.05 વધી રૂ.177.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.