ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે સ્કૂલ સેફ્ટી કાર્યક્રમ યોજાયો
ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે સ્કૂલ સેફ્ટી કાર્યક્રમ યોજાયો
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિ અને NDRF ટીમના ઇન્સ્પેક્ટર ભરતકુમાર મૌર્યના માર્ગદર્શન હેઠળ સ્કૂલ સેફ્ટી કાર્યક્રમ યોજાયો. જેમાં કુલ ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ડો. ભરતકુમાર જી. પટેલ અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી (DPO) શ્રી કૌશિક પોરિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે જિલ્લામાં અચાનક આવી પડતી આપત્તિઓ તથા આપત્તિ સમયે લેવાના તકેદારીના પગલાં અને તેના માટે ઉપલબ્ધ વિવિધ પ્રશાસન તેમજ એન. ડી. આર. એફ.ના સભ્યોએ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયો જેમ કે, મેડિકલ ફર્સ્ટ એડ, બ્લડ કંટ્રોલ, ધરતીકંપ, પુર, આગ, વિગેરે વિશે પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. તાકીદના સમયે CPR કેવી રીતે આપવું તે અંગે પણ વિદ્યાર્થીઓને ટ્રેન કરવામાં આવ્યા હતા.
શાળાના આચાર્ય ભરતભાઈએ કહ્યું હતું કે, આવી પ્રવૃત્તિથકી વિદ્યાર્થીઓમાં જાગૃતિ ઉભી કરી શકાય છે અને તમામ આપત્તિ સમયે લેવાના પગલાં વિશે જાણકારી મળી રહે છે. આ અવસરે શાળાને સ્કૂલ સેફ્ટી ઈમરજન્સી કીટનું વિતરણ કરાયું હતું.