આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના ગાંગપુરની હર્ષદ આશ્રમ શાળાના ૨૮ અનાથ બાળકોને ધાબળા અને બિસ્કિટનું વિતરણ
આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના ગાંગપુરની હર્ષદ આશ્રમ શાળાના ૨૮ અનાથ બાળકોને ધાબળા અને બિસ્કિટનું વિતરણ
આદિજાતિ વિકાસ અને શ્રમ રોજગાર રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના ગાંગપુર હર્ષદ આશ્રમ શાળાના ૨૮ અનાથ બાળકોને ધાબળા અને પૌષ્ટિક બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગાંગપુર હર્ષદ આશ્રમ શાળા એક ગૌરવસભર ઉદાહરણ છે, જે તેમના વિદ્યાર્થી દ્વારા અનાથ બાળકો માટે કાર્યરત છે. અનાથ બાળકો માટે જરૂરી સહાયરૂપ ધાબળા અને બિસ્કિટ વિતરણ કરતા આનંદની અનુભૂતિ થઈ રહી છે. આશ્રમમાં શક્ય તમામ યોગદાન આપવાની તત્પરતા જણાવી આશ્રમ શાળાના વિકાસ માટેના સંકલિત કાર્યોની રૂપરેખા પણ રજૂ કરી હતી. જેમાં તેમણે આશ્રમ સુધીના માર્ગ નિર્માણ અને શાળાના આંગણમાં બ્લોક નાખવાનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, જાન્યુઆરીમાં આશ્રમ શાળાને ગ્રાન્ટેડમાં ફેરવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. આ પ્રયાસોથી અનાથ બાળકોના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવીશું.
આ પ્રસંગે એપીએમસીના ચેરમેન લલ્લુભાઈ, સરપંચ ભરતભાઈ, આશ્રમશાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, આચાર્ય અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.