શિનોર તાલુકાના સુરાશામળ ગામે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન

શિનોર તાલુકાના સુરાશામળ ગામે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન
સમગ્ર શિક્ષા અંતર્ગત જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા તથા જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરાના સંયુક્ત ઉપક્રમે શિનોર તાલુકાના સુરાશામળ ગામે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય વિષય પર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024/25 બીઆરસી ભવન શિનોર દ્વારા યોજવામાં આવ્યું હતું . ધારાસભ્ય અક્ષય પટેલે પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું .
બીઆરસી ભવન શિનોર દ્વારા યોજવામાં આવેલ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 – 25 નું આજ રોજ તારીખ 18 ડિસેમ્બર 2024 સવારના 9:00 કલાકે સુરાશામળ પ્રાથમિક શાળામાં, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા શિક્ષણ સમિતિ ચેરમેન જીગ્નેશભાઈ વસાવા દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગમાં કુલ 30 કૃતિ ઓ 60 બાળકો અને 30 શિક્ષકો દ્વારા ભાગ લઈને રજૂ કરવામાં આવી હતી .
શાળાના પ્રવેશ દ્વારે મહાન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ ની કલા કૃતિ સાથે સેલ્ફી પોઇન્ટ ઊભો કરવામાં આવ્યો હતો ,જેનો લાભ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ,ચેરમેન જીગ્નેશભાઈ વસાવા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોકભાઈ પ્રજાપતિ,સરપંચ ચિરાયુ પટેલ, બી.આર.સી.કો,ઓર્ડીનેટર પ્રિતેશ ધોબી, શિક્ષિકાઓ તથા મહેમાનો દ્વારા લેવામાં આવ્યો હતો. જેને અનેરૂ આકર્ષણ ઊભુ કર્યું હતું . ધારાસભ્ય અક્ષય પટેલે ગુજરાત સરકારની શિક્ષણ માટેની યોજનાઓ જણાવીને 5 વિભાગની 30 કૃતિઓમાં ભાગ લીધેલા 60 બાળકો જેઓ બાળ વૈજ્ઞાનિકો છે, તેઓને પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા હતા અને પ્રદર્શન નિહાળ્યું હતું. તાલુકા તથા શાળાના શિક્ષકો તથા ગ્રામજનોએ ઉમળકાભેર આ પ્રદર્શન નિહાળીને બાળકોની પ્રતિભાને ઉજાગર કરી હતી.