ભારતને હરાવ્યા બાદ મેલબોર્નના મેદાન પર જશ્ન મનાવતી ઓસ્ટ્રેલિયન ટીમ

ભારતને હરાવ્યા બાદ મેલબોર્નના મેદાન પર જશ્ન મનાવતી ઓસ્ટ્રેલિયન ટીમ
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ભારતને 184 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની આ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પણ રમતના પ્રથમ ત્રણ દિવસ પોતાનું વર્ચસ્વ જાળવી રાખનાર કાંગારૂ ટીમને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓએ મેચ પરની પકડ ગુમાવી દીધી હતી. આ જીત સાથે સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમ સેલિબ્રેશનમાં ઊતરી ગઈ હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની જીતનો આનંદ તસવીરમાં જોઈ શકાય છે.
ભારત વિરૂદ્ધ મેલબોર્ન ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને 184 રનથી જીત મેળવી. આ જીતની સાથે જ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ જીતની ઉજવણીમાં લાગી ગઈ હતી. એટલું જ નહીં, યજમાન ટીમે શ્રેણીમાં 2-1ની લીડ પણ મેળવી લીધી હતી.