સાડી કાંડનો ઢાંક પીછાડો કરવા કાનજી ખેર સ્ટાફને કોટી આપશે!!

સાડી કાંડનો ઢાંક પીછાડો કરવા કાનજી ખેર સ્ટાફને કોટી આપશે!!
વીસી અને રજિસ્ટ્રારે સરકારના પૈસે બૈરાઓને સાડી પહેરાવી હતી!!
ગાંધીનગર: ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) છેલ્લા ૫ વર્ષથી વિવાદોના કેન્દ્રમાં છે. વિદ્યાર્થીઓ તેમજ પ્રજાના પૈસે પિક્ચર બતાવવા પ્રખ્યાત કાનજી ખેર પાછલા વર્ષના એક કાર્યક્રમ દરમિયાન જીટીયુના રજીસ્ટ્રાર કાનજી ખેરે તેમની પત્ની સમજુબહેનને અને ભૂતપૂર્વ કુલપતિ નવીન શેઠની પત્નીને પણ સરકારી સાડી પહેરાવી હતી, જે જીટીયુના નાણાંનો ઉપયોગ કરીને આપવામાં આવી હતી. આ બાબત ઉજાગર થતા કર્મચારી મંડળમાં ચર્ચનો વિષય બન્યો હતો.
દર વર્ષે કોન્વોકેશન આવતાં જ આ ઘટના કર્મચારીઓ સહિત યુનિવર્સિટી વર્તુળમા થતી હોય છે કે આ વર્ષે પણ કાનજી તેમની પત્નીને સરકારી સાડી પહેરાવશે? આ વાત લોકો ભૂલી જાય તે માટે કાળજીએ સાડીનો છેદ ઉડાડી દઈને હવેથી મહિલા કર્મચારીઓને પણ કોટી આપવાનું જ નક્કી કર્યું છે. જેથી સાડીનો છેડો વધુ ફાટ્યો હોય તેમ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
આ વિવાદનો મુખ્ય મુદ્દો જીટીયુના નાણાંનો દૂરઉપયોગ કરીને રજીસ્ટ્રાર કાનજી ખેરે તેમની પત્ની સમજુબહેનને સાડી આપી વ્યક્તિગત ભેટ માટે કર્ર્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિઓ શૈક્ષણિક સંસ્થાની નીતિ વિરુદ્ધ છે અને નૈતિક દૃષ્ટિકોણથી પણ યોગ્ય નથી.
ભારતીય સંસ્કૃતિ તેમ જ પરંપરાગત મુજબ મહિલાઓને સાડી આપવી જોઈએ જેના બદલે પુરુષ કર્મચારી ને અપાતી કોટી મહિલાઓને આપવાની નીતિ યોગ્ય નથી. આ વર્ષ માત્ર મહિલા કર્મચારી ગણમાં કોટી ભેટ અપાઈ. જીટીયુના ઈતિહાસમાં પ્રથમ વખત સાડીના બદલે ભેટ તરીકે માત્ર કોટી અપાઈ છે, જેનાથી સમજાય છે કે અગાઉની ઘટનાઓને કારણે આ વર્ષ માટે ભેટમાં મર્યાદા લાવી છે. આવી મર્યાદા પોતાના બૈરાને સાડી પહેરાવતા ભાન નથી રહ્યું અને પાયાના પથ્થર એવા કર્તવ્યનિષ્ઠ સ્ટાફને આ વર્ષમાં પદવીદાન સમારોહ દરમિયાન આપવામાં આવતી સાડી ખાસ કરીને મહિલા કર્મચારીઓને પણ આ વર્ષે કોટી આપવામાં આવી છે. વધુમાં પરિપત્ર કરી આ કોટી આવતા વર્ષે પણ પહેરવાની સૂચના આપવામાં આવી છે! જેથી મહિલા કર્મચારીઓમાં અસંતોષની લાગણી તેમજ ચર્ચાનો વિષય બની છે. કોનવોકેશનના અન્ય ખર્ચ જેમકે ડ્રાયફ્રુટ, હિમાલયની પાણીની બોટલો વગેરે ઉપર કટ મુકવામાં આવેલો છે? પોતાના બૈરાને મોંઘીદાર સાડી આપવાની અને સ્ટાફને નીચી ગુણવત્તાની સાડી આપવામાં આવી હતી જેના અનુસંધાને આ વર્ષે કોટી આપતા ગણગણાટ થઈ રહ્યો છે.
હાલમાં મહિલા વાઇસ ચાન્સલર હોવા છતાં મહિલા વિરોધી આ નિતિ થી સ્ટાફ ગણમાં ચર્ચાનો વિષય એ છે કે પોતાના બૈરા ને સાડી! અને સ્ટાફ ને કોટી!! આવી છે જીટીયુના કાનજી ખેરની નીતિ!!! હવે શોભાના ગાંઠીયા સમાન વાઇસ ચાન્સલર રાજુલ ગજ્જર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે કે નહીં એ જોવું રહ્યું!
સાડી કાંડમાં સ્ટોર વિભાગના એક મહિલા કર્મચારીની મીલીભગત હોવાથી તેમના ઉપર એક આસિસ્ટન્ટ રજીસ્ટરને નિમણૂક કરવામાં આવી છે. કર્મચારીઓમાં સાડી કાંડને ભૂલાવા માટે સાડીનો છેદ ઉડાડી કોટી આપવામાં આવી રહી છે. રજીસ્ટ્રાર પોતાની ભૂલને સુધારવા ના બદલે કોટી આપી સાડી કાંડ ઉપર ઢાંકપીછોડો કરવાનો પ્રયત્ન કર્યો છે. માહિતીના યુગમાં આ કાંડ વિસરાય એમ નથી. પોતાની ભૂલ સ્વીકારી પોતાની પત્નીને આપેલી સાડીના નાણા જીટીયુમાં જમા કરાવી અન્ય મહિલા સ્ટાફને દર વખતની જેમ કોન્વોકેશનમાં ભારતીય સંસ્કૃતિ પરંપરાગત મુજબ સાડી આપવા પ્રયત્ન કરવા જોઈએ તેવી માંગ ઉઠી છે.
કર્મચારીઓ માટે આર્થિક લાભોની સાથે વ્યાવસાયિક આચારસંહિતા લાગુ કરવાની જરૂર છે.
આવનારા વર્ષોમાં જીટીયુની પ્રતિષ્ઠા જાળવવા માટે નાણાકીય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા નિયમન જરૂરી છે.
ભારતીય પ્રજાએ સંસ્થાઓના સંચાલનમાં સુશાસન અને નિષ્પક્ષતા જોવા માગે છે. જીટીયુના આ ઘટનાના પરિણામો અને સુધારાઓ શૈક્ષણિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના માર્ગદર્શક બની શકે છે.