એમસીએક્સ પર સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.153 નરમ, ચાંદીના વાયદામાં રૂ.138ની વૃદ્ધિ

એમસીએક્સ પર સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.153 નરમ, ચાંદીના વાયદામાં રૂ.138ની વૃદ્ધિ
ક્રૂડ તેલનો વાયદો રૂ.66 તેજઃ નેચરલ ગેસ ઢીલુઃ કોટન-ખાંડી, મેન્થા તેલમાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12349 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.68037 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8012 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20474 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.80387.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12349.22 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.68037.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20474 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1203.94 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8012.79 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.86077ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.86145 અને નીચામાં રૂ.85372ના મથાળે અથડાઈ, રૂ.85833ના આગલા બંધ સામે રૂ.153 ઘટી રૂ.85680ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.90 ઘટી રૂ.69745ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.18 ઘટી રૂ.8740ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.162 ઘટી રૂ.85686ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.97961ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98129 અને નીચામાં રૂ.97315ના સ્તરને સ્પર્શી, રૂ.97542ના આગલા બંધ સામે રૂ.138 વધી રૂ.97680 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.142 વધી રૂ.97633ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.121 વધી રૂ.97635ના ભાવે બોલાયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1694.26 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.4.85 વધી રૂ.884.85 થયો હતો. જસત માર્ચ વાયદો રૂ.2.85 વધી રૂ.274.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.2.25 વધી રૂ.263.5 થયો હતો. સીસું માર્ચ વાયદો 45 પૈસા વધી રૂ.181.7 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2666.19 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.5817ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5834 અને નીચામાં રૂ.5772ના મથાળે અથડાઈ, રૂ.5756ના આગલા બંધ સામે રૂ.66 વધી રૂ.5822 થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.64 વધી રૂ.5823ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.4 ઘટી રૂ.382.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.4.1 ઘટી રૂ.382.3ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.914.1ના ભાવે ખૂલી, રૂ.2.1 વધી રૂ.934.5 થયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.190 વધી રૂ.52700ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.