અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરતના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી

અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરતના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી
ઉમરપાડા, સુરત : અદાણી ફાઉન્ડેશન દ્વારા ૮ એપ્રિલથી ૨૨ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો અને કિશોરીઓમાં આરોગ્યપ્રદ આહાર વિશે સમજ વધારવાનો રહ્યો છે.
પોષણ સપ્તાહ દરમિયાન સમગ્ર ઉમરપાડા તાલુકામાં વિવિધ સામાજિક અને આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે પોષણ રેલી, હેલ્ધી કૂકિંગ ડેમોન્સ્ટ્રેશન, હેલ્ધી બેબી સ્પર્ધા, ફેમિલી કાઉન્સેલિંગ, ફોકસ ગ્રુપ ડિસ્કશન. આ તમામ પ્રવૃત્તિઓમાં આંગણવાડી કાર્યકર અને આશા કાર્યકરની સક્રિય ભાગીદારી રહી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના પોષણ પ્રોજેક્ટના મુખ્ય આધારસ્તંભ એટલે કે સુપોષણ સંગિનીઓએ અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમણે લાભાર્થીના ઘરે જઈ માર્ગદર્શન આપવું, કાઉન્સેલિંગ કરવું અને જાગૃતિ વધારવા માટે વિવિધ પ્રયાસો કર્યા.
“પોષણ પખવાડિયાની ઉજવણી માત્ર અભિયાન પૂરતી મર્યાદિત નથી, તે સમાજમાં આરોગ્યપ્રદ જીવનશૈલીને અપનાવવાની દિશામાં એક મજબૂત પગલું છે. સુપોષણ સંગિનીઓ અને સરકારના સહયોગથી ઉમરપાડામાં પોષણ અંગે એક નવી ઉર્જા ઊભી થઈ છે.” આ ઉજવણી ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત થતી પહેલોને સપોર્ટ કરે છે અને અદાણી ફાઉન્ડેશનના સમાજહિત માટેના કાર્યને વધુ મજબૂત બનાવે છે.