લેન્ક્સેસે નાણાકીય વર્ષ 2024માં કમાણી નોંધપાત્ર રીતે વધારી

લેન્ક્સેસે નાણાકીય વર્ષ 2024માં કમાણી નોંધપાત્ર રીતે વધારી
ઈબીઆઈટીડીએ પ્રી એક્સેપ્શનલ્સમાં 614 મિલિયન યુરો સાથે 19.9 ટકાનો વધારો.
6.366 અબજ યુરોનું વેચાણ વર્ષ દર વર્ષ 5 ટકા નીચે આવ્યું
મુંબઈ, 8મી એપ્રિલ, 2025- નાણાકીય વર્ષ 2024માં લેન્ક્સેસ દ્વારા મુશ્કેલ વૈશ્વિક આર્થિક સ્થિતિ છતાં તેની કમાણી નોંધપાત્ર રીતે વધારી છે. ઈબીઆઈટીડીએ પ્રી- એક્સેપ્શનલ્સ ગત વર્ષે 512 યુરો પરથી 19.9 ટકા વધીને 614 મિલિયન યુરો થયું છે. આ સાતે કંપનીએ 20 જાન્યુઆરી, 2025ના રોજ પ્રસિદ્ધ પ્રાથમિક આંકડાઓને સમર્થન આપ્યું છે. ખાસ કરીને ઉચ્ચ ક્ષમતા ઉપયોગિતા અને ‘‘ફોર્વર્ડ!’’ કૃતિ યોજનાને લીધે ખર્ચમાં નોંધપાત્ર ઘટાડાએ કમાણીમાં વધારામાં યોદાન આપ્યું છે.
લગભગ બધાં વેપાર એકમો તેમના વેચાણના વોલ્યુમ વધારી શક્યા ત્યારે ગ્રુપનું વેચાણ ગયા વર્ષે 6.366 અબજ યુરો પરથી 5.2 ટકા ઘટીને 6.714 અબજ યુરો થયું છે. તે મુખ્યત્વે ઘટતા કાચા માલ અને ઊર્જા ખર્ચમાંથી પરિણમેલી નીચી વેચાણ કિંમતોને લીધે થયું છે. ઈબીઆઈટીડીએ માર્જિન પ્રી- એક્સેપ્શનલ્સ ગયા વર્ષે 7.6 ટકા પરથી વધીને 9.6 ટકા પર પહોંચ્યું છે.
‘‘અમે આર્થિક અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓને માત આપી છે અને અમારા પોતાના સંસાધનમાંથી અમારી કમાણી નોંધપાત્ર રીતે વધી છે. આ દર્શાવે છે કે અમારાં માળખાબદ્ધ પગલાં કામ કરી રહ્યા છે. તે વર્તમાન વર્ષમાં લાભ આપવાનું ચાલુ રાખશે. આથી અમને 2025 સુધી વૈશ્વિક માગણી દ્રષ્ટિગોચર નથી છતાં વધુ વૃદ્ધિ હાંસલ કરવાનો વિશ્વાસ છે,’’ એમ લેન્ક્સેસ એજીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન માથિયાસ ઝકર્ટે જણાવ્યું હતું.
વર્તમાન નાણાકીય વર્ષ 2025 માટે લેન્ક્સેસ આર્થિક અને ભૌગોલિક રાજકીય વાતાવરણ પડકારજનક રહેશે એવું ધારે છે. આમ છતાં ગ્રુપ ‘‘ફોર્વર્ડ!’’ કૃતિ યોજનાની વર્તમાન અસરોને લીધે પણ આખા વર્ષ માટે આશરે 10 ટકાના ઈબીઆઈટીડીએ પ્રી એક્સેપ્શનલ્સમાં પોર્ટફોલિયો સમાયોજિત વધારો થવાની અપેક્ષા રાખે છે. તે 600 અને 650 મિલિયન યુરો વચ્ચે નોંધાવવામાં આવેલી ઈબીઆઈટીડીએ પ્રી એક્સેપ્શનલ્સ સાથે અનુરૂપ છે, કારણ કે યુરેથેન સિસ્ટમ્સ વેપારમાંથી કમાણીનું યોગદાન 2025ના પ્રથમ ત્રિમાસિક માટે જ સમાવવામાં આવશે. લેન્ક્સેસ એપ્રિલ 2025મં વેપાર ડાઈવેસ્ટમેન્ટ કરવાની ધારણા રાખે છે. 2024માં યુરેથોન સિસ્ટમ્સ વેપાર એકમે આશરે 50 મિલિયન યુરો ઈબીઆઈટીડીએ પ્રી એક્સેપ્શનલ્સ ઊપજાવ્યા હતા. 2025ના પ્રથમ ત્રિમાસિક માટે ગ્રુપ ગત વર્ષના ત્રિમાસિકથી 25થી 35 ટકા ઉચ્ચ ઈબીઆઈટીડીએ પ્રી એક્સેપ્શનલ્સ રહેશે એવી અપેક્ષા રાખે છે.