ગાયત્રી પરિવાર ના સભ્ય દ્વારા લેખિત પુસ્તક આજ નો મંત્ર નુ વિમોચન યોજાયુ

ગાયત્રી પરિવાર ના સભ્ય દ્વારા લેખિત પુસ્તક આજ નો મંત્ર નુ વિમોચન યોજાયુ
વેજલપુર મુકામે આવેલ મોનાપાર્ક સોસાયટીમાં ગાયત્રી પરિવાર ઘ્વારા દીપયજ્ઞ કરવામાં આવ્યો અને કલ્પેશભાઈ આર. ત્રિવેદી દ્વારા લેખિત પુસ્તક “આજનો મંત્ર ” નું વિમોચન શિક્ષણ ક્ષેત્રના શ્રી ગુણવંતભાઇ પટેલ ( આર.આર દ્વિવેદી સ્કૂલના ટ્રસ્ટી)અને AMC ચેરમેન અને કાઉન્સિલર શ્રી દિલીપભાઇ બગડીયાના વરદ હસ્તે કરવા માં આવ્યુ.
આ પુસ્તક – પ્રકાશક અને વિક્રેતા ગુર્જર સાહિત્ય પ્રકાશન માંથી મળી શકશે.
આજના સમયમાં લોકો તનાવ વચ્ચે જીવે છે. મોટા પુસ્તક વાંચવા સમય નથી.ટૂંક સમયમાં સફળતા પ્રાપ્ત કરવા ટૂંકા રસ્તા અપનાવે છે. ત્યારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા નાના નાના વિચારો અને કાર્યો કેવી રીતે કરવા અને તેને નિત્ય અમલ માં કેવી રીતે મુકવા તે ટૂંક માં સમજાવવાનો પ્રયત્ન આજનો મંત્ર પુસ્તક માં કર્યો છે.
આ પ્રસંગે ગાયત્રી પરિવાર પરિજનો અને આમંત્રિતો મોટી સંખ્યા હાજર રહ્યા હતા.