સોનાના વાયદામાં રૂ.418 અને ચાંદીના વાયદામાં રૂ.191નો ઘટાડોઃ

સોનાના વાયદામાં રૂ.418 અને ચાંદીના વાયદામાં રૂ.191નો ઘટાડોઃ
ક્રૂડ તેલના વાયદામાં રૂ.19ની નરમાઇ
કોમોડિટી વાયદાઓમાં રૂ.7103.65 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.37533.49 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.4853.19 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22600 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44638.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7103.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.37533.49 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22600 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.616.37 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.4853.19 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.97172ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97246 અને નીચામાં રૂ.96832ના મથાળે અથડાઈ, રૂ.97270ના આગલા બંધ સામે રૂ.418 ઘટી રૂ.96852ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ.206 ઘટી રૂ.78030ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ.33 ઘટી રૂ.9793ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.406 ઘટી રૂ.96825ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.97265ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97430 અને નીચામાં રૂ.97071ના મથાળે અથડાઈ, રૂ.97393ના આગલા બંધ સામે રૂ.300 ઘટી રૂ.97093 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.108498ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.108597 અને નીચામાં રૂ.108101ના સ્તરને સ્પર્શી, રૂ.108321ના આગલા બંધ સામે રૂ.191 ઘટી રૂ.108130 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.161 ઘટી રૂ.108014 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.147 ઘટી રૂ.108010 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.1046.13 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો રૂ.2.6 વધી રૂ.891.9 થયો હતો. જસત જુલાઈ વાયદો રૂ.1.1 વધી રૂ.255.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 95 પૈસા વધી રૂ.248.4ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જુલાઈ વાયદો 5 પૈસા ઘટી રૂ.180.65ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1011.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.5806ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5817 અને નીચામાં રૂ.5776ના સ્તરને સ્પર્શી, રૂ.5796ના આગલા બંધ સામે રૂ.19 ઘટી રૂ.5777ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.18 ઘટી રૂ.5779 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.8 ઘટી રૂ.294 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ.1.4 ઘટી રૂ.294.3ના ભાવે બોલાયો હતો.