ગુજરાત

સુરત ખાતે લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

સુરત ખાતે લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
૧૩મી સુધી આયોજિત કેરેટ્સ ડાયમંડ એક્ઝિબીશનમાં લુઝ ડાયમંડનું પ્રદર્શન સહ વેચાણ
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તા.૧૧ થી ૧૩મી જુલાઈ સુધી અવધ યુટોપિયા, ડુમસ રોડ ખાતે આયોજિત ૬ઠ્ઠા લુઝ ડાયમંડના B2B એકઝીબિશન ‘કેરેટ્સ-સુરત ડાયમંડ એક્ષ્પો’ની આજે દ્વિતીય દિવસે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. કેરેટ્સ ડાયમંડ એક્ઝિબીશનમાં સુરત સહિત રાજ્યના હીરા વ્યાપારીઓ- જેમ અને જ્વેલરી ઉત્પાદકોના નેચરલ તેમજ લેબગ્રોન લુઝ ડાયમંડ્સમાં રાઉન્ડ, ફ્રેન્સી કટ, ફેન્સી કલર, પોલ્ડી કટ સહિતના તમામ પ્રકારના કટિંગ અને સાઇઝના હીરા તેમજ આધુનિક જ્વેલરીનું ૫૨ જેટલા સ્ટોલમાં પ્રદર્શન સહ વેચાણ કરાઈ રહ્યું છે.
નોંધનીય છે કે, કેરેટ્સ એક્ષ્પોએ હીરા ઉદ્યોગના વેપારીઓ માટે નવું માર્કેટ ઉભું કર્યું છે. એક્ષ્પોમાં કુલ ૫૨ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે, જેમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન અને સ્ટડેડ ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલોજી મશીન, સરીન મશીન, ફોરપી મશીન તેમજ ડાયમંડ લેબના સ્ટોલ્સનો સમાવેશ થાય છે.
મંત્રીશ્રીએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઇને હીરા વ્યાપારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કિંમતી ડાયમંડને હાથમાં લઈ બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. આ તકે સુરત ડાયમંડ એસો.ના પ્રમુખશ્રી જગદીશ ખૂંટ, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા, હીરા ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button