સ્ટાર એરનું ગુજરાતમાં વિસ્તરણ – અમદાવાદ, જામનગર, સુરત અને ભુજ વચ્ચે ત્રણ નવી સીધી ફ્લાઇટ્સ 23 ઑગસ્ટ 2025થી ઓપરેશન શરૂ | ભાડું માત્ર રૂ. 2,222થી શરૂ

સ્ટાર એરનું ગુજરાતમાં વિસ્તરણ – અમદાવાદ, જામનગર, સુરત અને ભુજ વચ્ચે ત્રણ નવી સીધી ફ્લાઇટ્સ 23 ઑગસ્ટ 2025થી ઓપરેશન શરૂ | ભાડું માત્ર રૂ. 2,222થી શરૂ
સુરત, 8 ઑગસ્ટ 2025 – સંજય ઘોડાવટ ગ્રુપની વિમાન સેવા શાખા સ્ટાર એરે ગુજરાતમાં 23 ઑગસ્ટ 2025થી અમદાવાદ (AMD), જામનગર (JGA), સુરત (STV) અને ભુજ (BHJ)ને જોડતી સીધી ફ્લાઇટ સેવાઓનું પુનઃપ્રારંભ કરવાની ગૌરવભેર જાહેરાત કરી છે. આ મહત્વપૂર્ણ રૂટ્સના પુનઃપ્રારંભ સાથે સ્ટાર એર નું મિશન – રાજ્યમાં પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવી અને સસ્તી, ઝડપી તથા કાર્યક્ષમ હવાઈ મુસાફરી સુલભ કરવી – વધુ મજબૂત બને છે.
આ નવા રૂટ્સ સિવાય સ્ટાર એરે પહેલેથી જ નાંદેડ, બેલગાવી અને કોલ્હાપુર માટે સીધી ફ્લાઇટ્સ ચલાવી રહ્યું છે, જે ભારતમાં તેની હાજરી અને કનેક્ટિવિટી વધુ મજબૂત કરે છે.
દૈનિક ઓપરેશન સાથે ગુજરાતના મુખ્ય શહેરો વચ્ચે મુસાફરોને સરળ મુસાફરી વિકલ્પો મળશે અને રૂ. 2,222થી શરૂ થતા આકર્ષક પ્રારંભિક ભાડાનો લાભ મળશે. આ રૂટ્સ એમ્બ્રેયર ERJ-145 વિમાન દ્વારા ચલાવવામાં આવશે, જેની 1×2 બેઠક વ્યવસ્થા મુસાફરીને આરામદાયક, ઝડપી અને કાર્યક્ષમ બનાવે છે.
Flight Schedule:
Starting 23rd August-25
FLT #
SECTOR
STD
STA
A/C TYPE
SEATS
DAYS
S5 614
AMD-JGA
8:15
9:05
EMB-145
50
Daily
S5 615
JGA-AMD
14:50
15:40
EMB-145
50
Daily
S5 612
JGA-STV
9:30
10:20
EMB-145
50
Daily
S5 613
STV-JGA
13:35
14:25
EMB-145
50
Daily
S5 512
STV-BHJ
10:45
11:45
EMB-145
50
Daily
S5 511
BHJ-STV
12:10
13:10
EMB-145
50
Daily
વિસ્તરણ અંગે ટિપ્પણી કરતાં સ્ટાર એરનાં સીઈઓ કેપ્ટન સિમરન સિંહ તિવાણાએ જણાવ્યું:
કનેક્ટિંગ રિયલ ઈન્ડિયા’ અમારી દરેક નિર્ણય પાછળનું પ્રેરણાસ્ત્રોત છે, અને ગુજરાત એ મિશનના કેન્દ્રસ્થાને છે.”ગુજરાત ભારતના ઔદ્યોગિક અને સાંસ્કૃતિક નકશામાં અત્યંત મહત્વપૂર્ણ રાજ્ય છે, અને ત્યાં અમારી હાજરી વધારતા અમને ખૂબ આનંદ છે. અમદાવાદ, જામનગર, સુરત અને ભુજને દૈનિક સીધી ફ્લાઇટ્સ દ્વારા ફરી જોડીને, અને અમારી હાલની અમદાવાદથી નાંદેડ, બેલગાવી, કોલ્હાપુર અને દીવ સુધીની સેવાઓને પૂરક બનાવીને, સ્ટાર એરે સસ્તી અને સરળ પ્રાદેશિક મુસાફરી માટે વધી રહેલી માંગ પૂરી કરવા પ્રતિબદ્ધ છે.