માંગરોળ તાલુકાના વાંકલમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

માંગરોળ તાલુકાના વાંકલમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ
રાષ્ટ્રપ્રેમી નાગરિકો ‘ભારત માતાકી જય.. વંદે માતરમ’ ના નારા સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અંતર્ગત તા.૧૫ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે માંગરોળ તાલુકાના વાંકલમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો ‘ભારત માતાકી જય.. વંદે માતરમ’ ના નારા સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા. સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. હર્ષોઉલ્લાસ સાથે સૌએ તિરંગા પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.
યાત્રાના સમાપન બાદ ધારાસભ્ય અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
તિરંગા યાત્રામાં તા.પંચાયત પ્રમુખ મનહર વસાવા, જિ.પં.ના સદસ્ય દિનેશ સુરતી, અમિષાબેન પરમાર, તા.પં.ના સભ્ય ડૉ.યુવરાજસિંહ સોનારિયા, અગ્રણી દિપક વસાવા, રાહુલ ચૌધરી, ચૂંટાયેલા પદાધિકારીઓ, સરપંચો, ૫૬-માંગરોળ મતવિસ્તાર અને તા.કક્ષાના તમામ પદાધિકારી-અધિકારીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકોએ દેશભાક્તિના ભાવ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો.