આરોગ્ય

સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ હેલ્થ સર્વેની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઈ

સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ હેલ્થ સર્વેની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઈ

તા.૨૦/૦૯/૨૦૨૫ના રોજ શહેરના મેયરની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં થયેલ ચર્ચા અનુસાર તેમજ મ્યુ. કમિશનરની સૂચના મુજબ તમામ ઝોનમાં રવિવારથી જ MPHW/PHW/ANM/ASHA મારફતેઘરે ઘરે તાવ, ARI, ઝાડા ઉલ્ટી તેમજ અન્ય રોગના સંદર્ભે રેપીડ સર્વે હાથ ધરી દિન-૭માં સમગ્ર શહેરમાં કામગીરી પૂર્ણ કરવામાં જણાવવામાં આવેલ છે.

જે અન્વયે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં માનનીય ડેપ્યુટી કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) અને આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળશહેરના આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ વર્કરો મારફત રવિવાર તા.૨૧/૦૯/૨૫ થી શહેરમાં રેપીડ હેલ્થ સર્વે કરી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

આજરોજ તા.૨૪/૦૯/૨૫ના રોજ ૧૫૬૯ સર્વેલન્સ વર્કર દ્વારા કુલ ૩,૧૭,૧૮૧ ઘરોનો સર્વે કરી ૧૧,૦૦,૩પ૯ વસ્તી આવરી લેવામાં આવી છે. ૧પ૨૩ જેટલા બ્રીડીંગ સ્પોટ્સ માં જંતુનાશક દવાનો છંટકાવ કરી બ્રીડીંગનો નાશ કરવામાં આવેલ છે. સર્વેમાં કુલ ૮૫૯ તાવના કેસો મળી આવેલ જેઓના સ્લાઈડ કલેક્શન કરી નિદાન અર્થે મોકલી આપવામાં આવેલ છે. તેમજ તાવ, સામાન્ય ઝાડાના, શરદી-ખાંસી અને અન્ય રોગ મળી કુલ ૧૮૫૯ દર્દી શોધી ૧૭૯૭ થી વધુ દર્દીઓને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી.આમ તા.૨૧/૦૯/૨૫ થી તા.૨૪/૦૯/૨૫ સુધી કુલ ૯,૦૦,૫૨૨ ઘરોને સર્વે દરમ્યાન આવરી લેવામા આવ્યા છે.અને ૫૨,૮૫૦ ઘરો માં ધુમ્રશેરની કામગીરી કરવામાં આવેલ છે.

તદુપરાંત વિવિધ ઝોનના કોર્પોરેટર શ્રી નો સંપર્ક કરી તેઓને રેપીડ હેલ્થ સર્વે વિષે માહિતગાર કરવામાં આવેલ તેમજ તેમના સૂચનોને ધ્યાનમાં રાખી સઘન સર્વે કરવામાં આવેલ છે.

પાણીજન્ય રોગો માટે જનજાગૃતિના ભાગ રૂપે સદર વિસ્તારોમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ તથા પ્રચાર પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ અને એ સાથે આરોગ્યલક્ષી શિક્ષણ જેમ કે વ્યકિતગત સ્વચ્છતા, પાણીને ઉકાળીને પીવુ, કલોરીનયુકત પાણી પીવુ વિગેરેની સમજણ આપવામાં આવેલ છે.

મચ્છર જન્ય રોગો માટે જનજાગૃતિના ભાગ રૂપે ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો, ધાબા પરના નકામાં કાટમાળનો નિકાલ કરવો અને ઘરમાં કોઈને પણ આરોગ્યલક્ષી સમસ્યા ઉદ્ભવે તો નજીકના શહેરી આરોગ્યનો સંપર્ક કરવો વિગેરેની સમજણ આપવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button