વ્યાપાર

સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શી ભાવમાં કડાકો બોલાયોઃ બુલડેક્સ ફ્યુચર્સ 255 પોઇન્ટ ઘટ્યો

સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શી ભાવમાં કડાકો બોલાયોઃ બુલડેક્સ ફ્યુચર્સ 255 પોઇન્ટ ઘટ્યો

કોમોડિટી વાયદાઓમાં રૂ.55513.11 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105481.03 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.51197.59 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.160996.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.55513.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105481.03 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27104 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2014.26 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.51197.59 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.116899ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.117788ના ઉચ્ચત્તમ સ્તર અને નીચામાં રૂ.115460ના સ્તરને સ્પર્શી, રૂ.116344ના આગલા બંધ સામે રૂ.369 ઘટી રૂ.115975ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.134 ઘટી રૂ.93080 થયો હતો. ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.11630 થયો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.347 ઘટી રૂ.115387ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.116441ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.117777 અને નીચામાં રૂ.115193ના મથાળે અથડાઈ, રૂ.115974ના આગલા બંધ સામે રૂ.323 ઘટી રૂ.115651 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.143849ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.144330ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.140050ના મથાળે અથડાઈ, રૂ.143099ના આગલા બંધ સામે રૂ.1957 ઘટી રૂ.141142ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1894 ઘટી રૂ.141400ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.1888 ઘટી રૂ.141352ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.2340.98 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓક્ટોબર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3733ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3789 અને નીચામાં રૂ.3717ના સ્તરને સ્પર્શી, રૂ.28 વધી રૂ.3768ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5630 અને નીચામાં રૂ.5559ના સ્તરને સ્પર્શી, રૂ.5610ના આગલા બંધ સામે કોઈ ફેરફાર વગર રૂ.5610 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.2 ઘટી રૂ.5611ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયુદીઠ 80 પૈસા વધી રૂ.291 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 90 પૈસા વધી રૂ.291.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.962.5ના ભાવે ખૂલી, 30 પૈસા વધી રૂ.965.5 થયો હતો. એલચી ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.2540ના ભાવે ખૂલી, રૂ.26 વધી રૂ.2488ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.27931.27 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.23266.31 કરોડનાં કામકાજ થયાં હતાં. ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.9.89 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.890.15 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1440.94 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.3.85 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.12 કરોડનાં કામ થયાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button