અદાણી પાવરે નાણા વર્ષ 26ના બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા

અદાણી પાવરે નાણા વર્ષ 26ના બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા
અમદાવાદ, ૩૦ ઓક્ટોબર ૨૦૨૫: અદાણી પોર્ટફોલિયો ઓફ કંપનીઓમાંની એક અદાણી પાવર લિ. [APL]એ તા. 30 સપ્ટેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક નાણાકીય પરિણામો આજે જાહેર કર્યા છે.
આ પરિણામો અંતર્ગત અહેવાલના સમય ગાળામાં મજબૂત નફાકારકતા દર્શાવવા સાથે, નવા પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં 4.5 GW નો ઉમેરો થયો છે વીજ માંગમાં ધીમી વૃદ્ધિ છતાં બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે પાવર વેચાણનું વોલ્યુમ 7.4% વધીને 23.7 બિલિયન યુનિટ થયું છે. નીચા ટેરિફ છતાં આ ગાળામાં રુ.14,308 કરોડની ઊંચી આવક થઇ છે અને EBITDA સ્થિર રૂ. 6,001 કરોડ રહ્યો છે. આ સમય દરમિયાન કર પછીનો નફો મજબૂત રૂ. 2,906 કરોડ થયો છે.
આ પરિણામો અંગે અદાણી પાવર લિ.ના સીઈઓ શ્રી એસ બી ખયાલિયાએ જણાવ્યું હતું કે, આ ત્રિમાસિકમાં હવામાન આધારિત માંગમાં વધઘટનો સામનો કરવા છતાં અદાણી પાવરે કાર્યક્ષમ કામકાજનાશ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ફરી એકવાર મજબૂત અને સ્થિર નાણાકીય કામગીરી દર્શાવી છે. તેમણે કહ્યું કે અમે શક્તિ યોજના હેઠળ વધુ 4.5 GWના નવા લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ(PPA) હાંસલ કરીને બજારમાં અમારી હાજરી સતત વિસ્તારી રહ્યા છીએ. 2031-32 સુધીમાં 42 GWના ક્ષમતા વિસ્તરણના અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અમારી મજબૂત નફાકારકતા અને પ્રવાહિતાનું કંપનીને સરસ સમર્થન મળી રહ્યું છે. અમે સમગ્ર 23.7 GW વિસ્તરણ માટે સંસાધનો અને જમીનની વ્યવસ્થા કરી છે, ભારતના વીજ ક્ષેત્રના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો અમને ગર્વ છે, અને અમે દેશની વિશ્વસનીય, સ્કેલેબલ અને ટકાઉ વીજળીની જરૂરિયાતને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
ઓક્ટોબર ’25 સુધીમાં બિહાર ડિસ્કોમ પાસેથી 2,400 મેગાવોટ, મધ્યપ્રદેશ ડિસ્કોમ પાસેથી 1,600 મેગાવોટ અને કર્ણાટક ડિસ્કોમ પાસેથી 570 મેગાવોટના લાંબા ગાળાના નવા વીજ ખરીદી કરાર થશે. જ્યારે કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડનું 600 મેગાવોટનું સંપાદન સંપ્પન થતાં કુલ ક્ષમતા 18,150 મેગાવોટની થશે.પ્રારંભિક અને લાંબા ચોમાસાને કારણે વિપરીત હવામાનની અસર અને માંગમાં વિક્ષેપ છતાં, ચાલુ નાણાકીય વર્ષ -26 ના બીજા ત્રિમાસિકમાં વધુ સંકલિત વીજ વેચાણ વોલ્યુમ 7.4% વધીને 23.7 બિલિયન યુનિટ થયું છે. જે ગત નાણાકીય વર્ષ 25ના સમાન ગાળાના 22 બિલિયન યુનિટની તુલનામાં વધું છે. નીચા વેપારી ટેરિફ અને આયાત કોલસાના ભાવ હોવા છતાં નાણાકીય વર્ષ 25ના બીજા ત્રિમાસિકમાં રુ.14,063 કરોડની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષના સરખા સમયમાં ઉચ્ચ સંકલિત કુલ આવક રૂ. 14,308 કરોડ રૂપિયા થઇ છે. તાજેતરના વાર્ષિક સંપાદનોના વધારાના સંચાલન ખર્ચ છતાં નાણાકીય વર્ષ 26 ના બીજા ત્રિમાસિકમાં સ્થિર સંકલિત EBITDA રૂ. 6,001 કરોડ રૂપિયાની સરખામણીમાં ગત નાણા વર્ષના સમાન ગાળામાં EBITDA રૂ.6,000 કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષ-25 ના બીજા ત્રિમાસિક ગાળાના રૂ.3,298 કરોડના મજબૂત એકીકૃત નફાની તુલાનામાં ઉચ્ચ અવમૂલ્યન અને વિલંબિત કર ખર્ચ છતાં વિત્ત વર્ષ-26ના સમાન સમયમાં કર પછીનો મજબૂત એકીકૃત નફો રુ. 2,906 કરોડ થયો છે;.
નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધ વાર્ષિક સમય ગાળામાં વીજ વેચાણનું એકીકૃત વોલ્યુમ4.4% વધીને 48.3 બિલિયન યુનિટ થયું છે. જે ગત નાણાકીય વર્ષ 25 ના સમાન ગાળામાં 46.2 બિલિયન યુનિટ હતું. નાણાકીય વર્ષ 26 ના સમાન ગાળામાં સ્થિર એકીકૃત કુલ આવક રુ. 28,882 કરોડ થઇ છે જે ગત નાણા વર્ષના સરખા ગાળામાં રુ.29,537 કરોડ હતી. નાણાકીય વર્ષ 26ના પહેલા અર્ધ વાર્ષિકમાં મજબૂત એકીકૃત EBITDA રુ.12,151 કરોડ હતો જે ગત વિત્ત વર્ષના સમાન ગાળામાં રૂ. 12,712 કરોડ હતો. નાણાકીય વર્ષ 26 ના પહેલા છ મહિનામાં કર પછીનો મજબૂત એકીકૃત નફો રૂ. 6,212 કરોડ થયો હતો. જે નાણાકીય વર્ષ 25 ના સમાન ગાળામાં રૂ. 7,210 કરોડ હતો.
હવામાનના વિપરીત સંજોગોના પરિણામે સમગ્ર ભારતમાં ઊર્જાની માંગ નાણાકીય વર્ષ 26 ના બીજા ત્રિમાસિકમાં ધીમી ગતિએ 3.2% વધીને 449.2 બિલિયન યુનિટ થઈ હતી., જે નાણાકીય વર્ષ 25 ના આ જ ગાળામાં 435.1 બિલિયન યુનિટ હતી. નાણાકીય વર્ષ 26 ના પહેલા ત્રિમાસિકમાં ઊર્જાની માંગ 0.8% વધીને 894.4 બિલિયન યુનિટ થઈ, જે ગત નાણાકીય વર્ષ 25ના સમાનગાળામાં 887.5 બિલિયન યુનિટ હતી.



