દ્રષ્ટિ સુરક્ષા માટે અદાણી ફાઉન્ડેશનનો પ્રયાસ : હજારોને મળી નવી દ્રષ્ટિ

ગ્રામ્ય વિસ્તારમાં svnmના સહયોગથી
દ્રષ્ટિ સુરક્ષા માટે અદાણી ફાઉન્ડેશનનો પ્રયાસ : હજારોને મળી નવી દ્રષ્ટિ

એક સર્વે મુજબ ભારતના ૬૨ ટકા અંધત્વના કેસમાં સારવાર ન કરાયેલ મોતીયા કારણભૂત છે એવું જણાયું છે. ગ્રામ્ય ભારતમાં આ પ્રમાણ વધુ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા SVNM (સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર) હોસ્પિટલના સહયોગથી છેલ્લા કેટલાંક વર્ષોથી સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ૧૦ ગામોમાં આંખ ચકાસણી અને સારવાર કેમ્પ યોજી વિસ્તારના લોકોમાં દ્રષ્ટિની ખામીને અટકાવવા માટે સારવારની પ્રાથમિકતા વધારવામાં આવી રહી છે. એ માટે સમયાંતરે નેત્ર શિબિર કરીને જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પણ કરાવવામાં આવે છે. અત્યાર સુધી ૧૧૨૪ જેટલી વ્યક્તિએ આ શિબિરનો લાભ લીધો છે અને જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેમને દવા અથવા ચશ્માની જરૂર જણાઈ હતી એમને ચશ્મા પણ આપવામાં આવ્યા છે.
આ કેમ્પોમાં માત્ર મોતીયા જેવા સર્જિકલ કેસ જ નહિ પરંતુ આંખની છારી, ઝામર, રેટિના સંબંધિત તકલીફો, વ્હેલ (પ્ટેરીજિયમ) જેવી અન્ય આંખની સમસ્યાઓ પણ ઓળખાઈ હતી. કેમ્પ દ્વારા લોકોમાં જાગૃતિ આવી રહી છે કે તેઓની આંખમાં કોઈ તકલીફ છે જે સમયસર સારવાર ન કરાય તો દ્રષ્ટિ ગુમાવવાની શક્યતા છે. આવા દર્દીઓને SVNM હોસ્પિટલ તરફથી વિશેષ ડિસ્કાઉન્ટ અને સહાયરૂપ સારવાર સુવિધા આપવામાં આવી રહી છે જેથી તેઓ વહેલી તકે સારવાર શરૂ કરી શકે.
સુરત જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી દસ શિબિરમાં ૧૧૨૪થી વધુ વ્યક્તિઓએ શિબિરમાં હાજરી આપી હતી. જેમાં ૪૭૪ નજીકના દ્રષ્ટિના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ૧૪૯ આંખમાં નાખવાના ટીપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, અને શંકાસ્પદ મોતિયાની સ્થિતિ ધરાવતા ૩૮૮ લોકોને ઓળખવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2025 સુધીમાં ૧૩૨ સફળ શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી હતી, જેનાથી દૃષ્ટિ પુનઃસ્થાપિત થઈ હતી અને જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ ચકાસણી કેમ્પો દ્વારા દ્રષ્ટિ ગુમાવવાનો ખતરો ઓછો થવા સાથે સુરત જિલ્લાના ગ્રામ્ય નાગરિકોમાં આંખની આરોગ્ય બાબતે જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે.



