ગુજરાત રાજય ચેસ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ કો.ઓ. બેક લી. ના સહયોગથી મ્યુનિ. શાળાના શિક્ષકોને ચેસની તાલીમ

ગુજરાત રાજય ચેસ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ કો.ઓ. બેક લી. ના સહયોગથી મ્યુનિ. શાળાના શિક્ષકોને ચેસની તાલીમ
ગુજરાત રાજય ચેસ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ કો.ઓ. બેક લી. ના સહયોગથી તા. ૦૮-૧૨-૨૦૨૫ થી તા. ૧૧-૧૨-૨૦૨૫ દરમ્યાન મ્યુનિ. સ્કૂલ બોર્ડની ૪૫૩ મ્યુનિ. શાળાઓમાંથી શાળા દીઠ એક શિક્ષક એમ કુલ ૪૫૩ શિક્ષકોને ચેસની રમત માટે જેમને ઉત્સાહ હોય તેવા શાળા વાઈઝ ૪૫૩ શિક્ષકોને તાલીમ આપવામાં આવી.
માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે પ્રાથમિક કક્ષાએથી જ બાળકોને ચેસની તાલીમ આપવી જરૂરી છે કેમ કે આ રમત એક યોગ છે તેનાથી બાળકોમાં એકાગ્રતા, નિર્ણય લેવાની ક્ષમતા, વિચાર શક્તિ જેવા કૌશલ્યો ચેસ જેવી રમતથી વિકાસ થાય.
સંશોધનોમાં પુરવાર થયુ છે કે ચેસથી ક્રાઇમ રેટ શૂન્ય અને આત્મહત્યાના કેસ ઓછા થયા છે. હાલમાં બાળક માટે મોબાઇલ એક દુષણ બની ગયુ છે ત્યારે ચેસની રમતથી આ વળગણ દૂર કરી શકાય સાથે સાથે શારિરીક અને માનસિક શક્તિમાં વધારો થાય છે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી દેવાંગ દાણીએ જણાવ્યુ કે ચેસની રમતમાં મ્યુનિ. સ્કૂલના મહત્તમ બાળકો ભાગ લે અને તેનો વર્લ્ડ રેકોર્ડ થાય તે દિશામાં કાર્ય થશે.
સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી ડૉ. સુજય મહેતાએ કહ્યુ હતુ કે ચેસની રમત મ્યુનિ. શાળાના બાળકો અને શિક્ષકો માટે નિષ્ણાંત કોચની વ્યવસ્થા ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે તે ખૂબ ઉમદા નિર્ણય છે.
ઓલ ઇન્ડિયા ચેસ એસોસિએશનના સેક્રેટરી અને ગુજરાત ચેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ દેવ અજયભાઇ પટેલે જણાવ્યું કે મ્યુનિ. શાળાઓમાં ભણતા આપના બાળકો આગામી સમયની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજજવળ દેખાવ કરે તેવી મારી પ્રતિબદ્ધતા છે અને આ માટે તમામ મ્યુનિ. શાળાઓને તમામ સાથ અને સહકાર આપવા પ્રયત્નશીલ છીએ.
ગુજરાત રાજય ચેસ એસોસિએશન દ્વારા શિક્ષકોને ગુજરાત સ્ટેટ કો.ઓ. બેક લી. એ નારણપુરા ખાતે આધુનિક સુવિધા સાથે તાલીમ જમવાની વ્યવસ્થા અને તમામ શિક્ષકોને ચેસ બોર્ડ અને શાળા કક્ષાએ બાળકોને રમાડી શકાય તેવી ચેસ કીટ ગુજરાત રાજય ચેસ એસોસિએશન દ્વારા આપવામાં આવી.
શહેર કક્ષાની ચેસ તાલીમમાં સ્ટે. કમિટીના ચેરમેનશ્રી, દેવાંગ દાણી, સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી, સુજય મહેતા, ઓલ ઇન્ડિયા ચેસ એસોસિએશનના સેક્રેટરી અને ગુજરાત ચેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ દેવ અજયભાઇ પટેલ, શાસનાધિકારીશ્રી ડૉ. એલ.ડી.દેસાઇ અને સંયોજકશ્રી ભાવેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.



