અવાખલના અંશ અક્ષય પટેલે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં વડોદરા જિલ્લામાં બીજું સ્થાન મેળવ્યું.

અવાખલના અંશ અક્ષય પટેલે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં વડોદરા જિલ્લામાં બીજું સ્થાન મેળવ્યુ
શિનોર તાલુકાના અવાખલના અંશ અક્ષય પટેલે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માં વડોદરા જિલ્લામાં બીજું સ્થાન પ્રાપ્ત કરી બારગામ પાટીદાર સમાજ તથા અવાખલ અને શાળાનું ગૌરવ વધારેલ છે.
અવાખલના અંશ અક્ષય ભાસ્કર પટેલ, શ્રી સી.એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ મોટા ફોફળિયામાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે, તત્વજ્ઞાન વિદ્યાપીઠ શાંતિકુંજ, હરિદ્વાર આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અ – ગ્રેડ માધ્યમમાં વડોદરા જિલ્લા માં બીજું સ્થાન પ્રાપ્ત કરી સમાજ તથા શાળા સહિત અવાખલનું ગૌરવ વધારેલ છે. તાલુકા કક્ષાની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા પછી, જિલ્લા કક્ષાએ કુલ 170 બાળકોએ પરીક્ષા આપેલ હતી, તેમાં મેરિટમાં 16 બાળકોની પસંદગી કરવાની થતી હોય, તેમાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે . હવે અંશ પટેલ તારીખ 28 ના રોજ રાજ્ય કક્ષાની પરીક્ષામાં ભાગ લેવા જશે.



