કેળ કેમ્પેઈન’ અંતર્ગત સુરત જિલ્લાના ખેડૂતોને ઓલપાડ તાલુકા ખાતે મોડેલ ફાર્મની મુલાકાત કરાવાઈ

‘કેળ કેમ્પેઈન’ અંતર્ગત સુરત જિલ્લાના ખેડૂતોને ઓલપાડ તાલુકા ખાતે મોડેલ ફાર્મની મુલાકાત કરાવાઈ
કેળાની ખેતી કરતાં ખેડૂતોને કેળ ઉત્પાદનમાં પારંપરિક ખેતીનાં ફાયદા અંગે સમજ અપાઈ
‘કેળ કેમ્પેઈન’ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ,સુરત દ્વારા કેળની ખેતી કરતા ખેડુતોને સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સરસ ગામનાં પ્રગતિશીલ ખેડુતશ્રી કલ્પેશભાઈ પટેલના મોડેલ ફાર્મની વિઝિટ કરાવવામાં આવી હતી. જેમાં કલ્પેશભાઈએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ હેઠળ થતી કેળની ખેતી વિષે વિસ્તૃત સમજણ આપી હતી. તેમજ પારંપરિક રીતે થતી ખેતીનાં ફાયદા અંગે જાણકારી આપી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કર્યા હતા. સાથે જ ઓલપાડ તાલુકા GPKVB સ્ટાફ TPM પરમાનંદભાઈ, AA વિપુલભાઈ અને ATMA સ્ટાફ ATM હીરેનભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતીના આયમ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.



