ત્રિલોક નગર સોસાયટી ખાતે આમ આદમી પાર્ટીનું હલ્દી કંકુ સમારંભ યોજાયો

ત્રિલોક નગર સોસાયટી ખાતે આમ આદમી પાર્ટીનું હલ્દી કંકુ સમારંભ યોજાયો
વેડરોડની ત્રિલોક નગર સોસાયટી માં મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ક્ષેત્રની મહીલાઓ માટે હલ્દી કંકુ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી, સુરત દ્વારા આયોજીત આ કાર્યક્રમની માહિતી આપતા યુવા નેતા કિર્તેશ પાટીલ એ જણાવ્યું હતું કે યુવા અગ્રણી સાગર સવાણી તેમજ સેવક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી વિજય ઘેલાણી દ્વારા હલ્દી કંકુ સમારંભમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી હતી, આ સમારંભમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી, સુરત લોકસભાના પ્રભારી રજનીકાંતભાઈ વાઘાણી, મહિલા પ્રમુખ નિતાબેન પટેલ, વિરોધ પક્ષ નેતા પાયલબેન સાકરીયા, વોર્ડ નં-૭ ના કોર્પોરેટર દિપ્તીબેન સાકરીયા અને વોર્ડ નં-૧૬ ના કોર્પોરેટર શોભનાબેન કેવડિયા હાજર રહ્યા હતા. સમારંભમાં અસંખ્ય મહીલાઓ ઉપસ્થિત રહી હતી.



