સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે સુરતમાં 70થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યાઃ 10+ ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર દર્દીઓ પર ફક્ત દવાથી ઉપચાર કર્યો

સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે સુરતમાં 70થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યાઃ 10+ ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર દર્દીઓ પર ફક્ત દવાથી ઉપચાર કર્યો
સુરત, 18મી જાન્યુઆરી, 2026: અત્યાધુનિક લિવર ટ્રાન્સપ્લાન્ટ સંભાળને પહોંચ સુધારવા અને લિવરના રોગના વધતા બોજ વિશે જાગૃતિ વધારવા માટે સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈ દ્વારા સુરત અને આસપાસના પ્રદેશમાં દર્દીઓ માટે 70થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સીમાચિહન પ્રાપ્ત કર્યું છે. આ સાથે હોસ્પિટલ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર હતા, પરંતુ ફક્ત દવાઓથી ઉપચાર કરાતા હતા એવા દર્દીઓના 10+ તીવ્ર કિસ્સા બચાવી લેવાયા હતા. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના હેલ્થકેર ઈનિશિયેટિવ્ઝના ગ્રુપ સીઈઓ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. તરંગ જ્ઞાનચંદાનીની આગેવાનીમાં પ્રોગ્રામ હેપાટોલોજીના ડાયરેક્ટર ડો. આકાશ શુક્લા, લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી સર્જરીના ડાયરેક્ટર ડો. રવિ મોહંકા અને લિવર ટ્રાન્સપ્લાન્ટ તથા એચપીબી સર્જરીના કો- ડાયરેક્ટર ડો. ગૌરવ ગુપ્તા સહિત ઉચ્ચ અનુભવી અને નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યો હતો અને તેમાં સુરતના રહેવાસીઓ માટે વિશ્વ કક્ષાના લિવર ટ્રાન્સપ્લાન્ટ અને હેપાટોલોજી સંભાળ અપાઈ હતી.
સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે શહેરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટનું વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા કિરણ હોસ્પિટલ, એસઆઈડીએસ (સુરત ઈન્સ્ટિટયૂટ ઓફ ડાઈજેસ્ટિવ સાયન્સીસ) હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સહિત સુરત સ્થિત હેલ્થકેર એકમો સાથે હાથ મેળવ્યા હતા, જે સાથે સર્જરી અને ઉપચાર પશ્ચાત સંભાળ માટે દૂર શહેરમાંથી પ્રવાસ કરવાની દર્દીઓ અને પરિવારોની ચિંતા દૂર કરી હતી. ઉપરાંત હોસ્પિટલ દ્વારા સુરતમાં તબીબી રીતે ગૂંચભર્યા કેસના દર્દીઓ પર 3 લિવર ટ્રાન્સપ્લાન્ટ પાર પાડ્યા હતા, જેમને ઉપચાર અને સંભાળ માટે મુંબઈમાં કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.
આ પહેલ વિવિધ વયજૂથોમાં લિવરના રોગોને કારણે ભોગવવામાં આવતા વધતા પડકારોને પહોંચી વળવા અને મુંબઈની બહાર આધુનિક સંભાળ વિસ્તારવા માટે જીવનદાયી ટ્રાન્સપ્લાન્ટ સેવાઓની વિસ્તરતી પહોંચ પર એકધારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે તે દર્શાવે છે.
પત્રકાર પરિષદમાં બોલતાં ડોક્ટરોએ જણવાયું કે મોટા ભાગના લિવર ટ્રાન્સપ્લાન્ટ મૃતક દાતાઓનો ઉપયોગ કરીને પાર પડાય છે, જે જીવિત દાતાના લિવર ટ્રાન્સપ્લાન્ટેશનની સફળતામાં પરિવારના ટેકાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અધોરેખિત કરે છે. તેમણે ઉમેર્યું કે તીવ્ર લિવરની સ્થિતિઓ પુખ્તો અને બાળકોમાં પણ વધતી જોવા મળી રહી છે, જે બદલાતી જીવનશૈલીઓ અને વંશગત પરિબળોથી પ્રેરિત છે.
હોસ્પિટલના વિશાળ ધ્યેય પર બોલતાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના હેલ્થકેર ઈનિશિયેટિવ્ઝના ગ્રુપ સીઈઓ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. તરંગ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે, “ભારતમાં અગ્રગણ્ય હેલ્થકેર સંસ્થા તરીકે અમે દેશભરમાં ચિકિત્સકીય ઉત્કૃષ્ટતા અને સક્ષમ સમુદાય જાગૃતિ થકી લિવર સંભાળ મજબૂત બનાવવા કટિબદ્ધ રહ્યા છીએ અને સુરતમાં આ સીમાચિહનરૂપ સિદ્ધિ અમારી કૃતિઓનો મજબૂત દાખલો છે.
હું શહેરમાં ગુણવત્તાયુક્ત હેલ્થકેર અભિમુખ બનાવવા અમારી સાથે હાથ મેળવવા માટે કિરણ હોસ્પિટલ, એસઆઈડીએસ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સહિત અમારાં સુરત સ્થિત પાર્ટનર હેલ્થકેર એકમોને અભિનંદન આપું છું અને ઘણા બધા લોકોનું જીવન બચાવી લેવા માટે આ માઈલસ્ટોન હાંસલ કરવામાં મોટે પાયે સંકળાયેલા ડોક્ટરો અને તબીબી સ્ટાફ સહિત મેડિકલ ટીમને અભિનંદન આપું છું. આ સાથે લોકોને પૂર્વસક્રિય પગલાં લેવાં, આરોગ્યવર્ધક જીવન જીવવા અને સૌથી મહત્ત્વપૂર્ણ રીતે જીવન બચાવવા અવયવો દાન કરવા આગળ આવવા માટે પ્રોત્સાહન આપવાનો અમારો ધ્યેય છે.”
મિડિયાને સંબોધન કરતાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના હેપાટોલોજીના ડાયરેક્ટર ડો. આકાશ શુક્લાએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય ઉચ્ચ ગુણવત્તાની હેલ્થકેર મેટ્રોની પાર પહોંચક્ષમ બનાવવાનું છે. સુરતના દર્દીઓને દાતાની સ્વસ્થતા અને વિશ્વ કક્ષાના એકમોને પહોંચ આપવાની ખાતરી રાખવા માટે અમને સંદર્ભિત કરાયા હતા. તેમને સારી રીતે સાજા થતા અને ઉપચાર સામે હકારાત્મક પ્રતિસાદ આપતાં જોઈને બેહદ સંતોષ થયો અને અમે સુરતના નાગરિકોને ગુણવત્તાયુક્ત હેલ્થકેરની પહોંચ મળવાની ખાતરી રહે તે માટે તેમના શ્રેષ્ઠ હિતમાં આ સેવાઓ ચાલુ રાખવા માટે ઉત્સુક છીએ. સ્થાનિક ડોક્ટરો અને અવયવદાનના ક્ષેત્રમાં કામ કરતી એનજીઓના સહકાર, સહભાગ અને જોશ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હતા.”
લિવરના રોગની વધતી ઘટના પર બોલતાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી સર્જરીના ડાયરેક્ટર ડો. રવિ મોહંકાએ જણાવ્યું હતું કે, “અમને એવું જોવા મળ્યું છે કે લિવરના રોગો અગાઉ કરતાં હવે વધુ નાની ઉંમરે લાગુ થાય છે. ઉપરાંત શહેર તરીકે સુરત અવયવદાનની વાત આવે ત્યારે પ્રથમ ક્રમે આવે છે. બંને કિસ્સામાં વિશ્વ કક્ષાનું હેલ્થકેર એકમ સમયસર નિદાન અને મધ્યસ્થી જીવનદાયી બનવાની ખાતરી રાખવામાં લાંબી મજલ મારી શકે છે. સુરતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ તે જ દિશામાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના પ્રયાસોનું પરિણામ છે.”
આ વાતને સમર્થન આપતાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી સર્જરીના કો- ડાયરેક્ટર ડો. ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આ દરેક ટ્રાન્સપ્લાન્ટ તબીબી સફળતાથી પણ વધુ આલેખિત કરે છે. તે નિઃસ્વાર્થીપણું અને શક્તિની વાર્તાઓ છે, જ્યાં પરિવારો તેમના વહાલાજનોને જીવનમાં બીજી તક આપવા માટે એકત્ર લાવે છે. આ અવસર અમને યાદ અપાવે છે કે હેલ્થકેરનું હાર્દ અનુકંપામાં રહેલું છે. લોકોએ બહેતર જીવન જીવવા માટે ટ્રાન્સપ્લાન્ટેશનના મહત્ત્વને સમજે તે આવશ્યક છે.”



