સ્પોર્ટ્સ

રિસકાઇડ ડોમિનેટર્સે અગ્રવાલ પ્રીમિયમ લીગ-17 જીતી

રિસકાઇડ ડોમિનેટર્સે અગ્રવાલ પ્રીમિયમ લીગ-17 જીતી

સુરત,

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા આયોજિત અગ્રવાલ પ્રીમિયમ લીગની ફાઈનલ મેચ રવિવારે અલથાણ સ્થિત બી.જે. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. આ લીગમાં રિસકાઇડ ડોમિનેટર્સ વિજેતા અને વેદાંશી રોયલ્સ રનર્સ-અપ (ઉપવિજેતા) બની હતી. અન્ડર-16 ગ્રુપમાં થ્રીસીએસ એન્ડ કો. રોયલ્સ વિજેતા જાહેર થઈ હતી. ત્રણ દિવસીય આ લીગનું આયોજન ‘સ્વદેશી થીમ’ પર કરવામાં આવ્યું હતું. લીગ દરમિયાન ટ્રસ્ટ દ્વારા કાર્નિવલ અને ભિવાનીનું શાક જેવી વિવિધ ઈવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપરાંત યુવા અને મહિલા શાખાના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button