મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી જયંતી મહોત્સવ પ્રસંગે ભવ્ય અને દિવ્ય નગરયાત્રા

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી જયંતી મહોત્સવ પ્રસંગે ભવ્ય અને દિવ્ય નગરયાત્રા

ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં “શિક્ષાપત્રી વિજય યાત્રા રેલી” મણિનગર વિસ્તારમાં નીકળી હતી, જેમાં વિવિધ ફલોટો ઉપસ્થિત હતા. આ મહોત્સવ વિશ્વમાં ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વહસ્ત લિખિત શિક્ષાપત્રીમાં કરેલ આજ્ઞા મુજબ તમામ જીવ પ્રાણી માત્ર સુખી થાય તે હેતુ રહેલો છે. હાલમાં અમદાવાદના બધા રાજમાર્ગોનું સમારકામ મોટે પાયે ચાલી રહ્યું છે; તેમાં વિક્ષેપ ન થાય તે માટે તકેદારી રાખી મણિનગર વિસ્તારમાં રેલીનું આયોજન કરેલ છે. ભારત સહિત અમેરિકા, લંડન, બોલ્ટન, આફ્રિકા, શીશલ્સ, ઓસ્ટ્રેલિયા, યુ.એસ.એ વિગેરે દેશોમાંથી આવેલા હરિભક્તો શિક્ષાપત્રી વિજય યાત્રા રેલીમાં જોડાયા હતા. રેલીમાં લંડન તેમજ અમદાવાદની વિશ્વ પ્રખ્યાત શ્રી મુકતજીવન સ્વામીબાપા સ્કોટીસ પાઈપ બેન્ડે ધાર્મિક વિશ્વશાંતિની ધૂન પ્રસરાવી હતી.



