સુરત શહેર ટેમ્પો ચાલક વેલ્ફેર એસોસિએશન દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રાભિનંદન કાર્યક્રમનું આયોજન

સુરત શહેર ટેમ્પો ચાલક વેલ્ફેર એસોસિએશન દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રાભિનંદન કાર્યક્રમનું આયોજન
સુરત । સુરત શહેર ટેમ્પો ચાલક વેલ્ફેર એસોસિએશન દ્વારા ૨૬ જાન્યુઆરીના ગણતંત્ર દિવસના પાવન અવસર પર કમેલા દરવાજા પાસે સ્થિત ૪૫૧ ટેક્સટાઈલ માર્કેટ નજીક ધ્વજવંદન તથા રાષ્ટ્રાભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ સમાજસેવી સંસ્થાઓના હોદેદારો તેમજ ટ્રાફિક પોલીસ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંગે માહિતી આપતાં એસોસિએશનના પ્રમુખ અય્યુબ શેખે જણાવ્યું હતું કે સમાજસેવી ધર્મેશભાઈ ગામી, ટ્રાફિક પોલીસ અધિકારીઓ,એ એસ આઇ, અશોકભાઈ, મણીલાલ ભાઈ, મુકેશ ભાઇ તથા અન્ય સમાજસેવી આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરત શહેર ટેમ્પો ચાલક વેલ્ફેર એસોસિએશનના હોદેદારો, કાર્યકરો તેમજ માર્કેટ વિસ્તારમાં વાહનો પર કામ કરતા શ્રમિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.



