ગુજરાતી ફિલ્મ ‘પાતકી’ની ટીમે અમદાવાદમાં ૧૦૦ x ૧૦૦ ફૂટનું વિશાળ પોસ્ટર લોન્ચ કર્યું

ગુજરાતી ફિલ્મ ‘પાતકી’ની ટીમે અમદાવાદમાં ૧૦૦ x ૧૦૦ ફૂટનું વિશાળ પોસ્ટર લોન્ચ કર્યું
અમદાવાદ: ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર, આગામી સસ્પેન્સ થ્રિલર ‘પાતકી’ ની ટીમે એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટ અને નિર્માતાઓએ ૧૦૦ x ૧૦૦ ફૂટનું વિશાળ પોસ્ટર અનાવરણ કરી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.
આ ખાસ પ્રસંગે હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર, ગૌરવ પાસવાલા, સુચિતા ત્રિવેદી, ડિરેક્ટર અભિનય દેશમુખ અને પ્રોડ્યુસર આલાપ કિકાણી સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી.
સામાન્ય રીતે ફિલ્મોના પ્રમોશન મોલ્સ કે થિયેટરોમાં થતા હોય છે, પરંતુ ‘પાતકી’ની ટીમે અનોખી રીતે આ વિશાળ પોસ્ટર લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મેકર્સે દર્શકોને સંદેશ આપ્યો કે ગુજરાતી સિનેમા હવે ગ્લોબલ લેવલ પર પોતાની ઓળખ બનાવવા તૈયાર છે.
ફિલ્મ વિશે ખાસ માહિતી: રિલીઝ ડેટ: ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬,
મુખ્ય કલાકારો: ગૌરવ પાસવાલા, શ્રદ્ધા ડાંગર, હિતેન તેજવાણી, સુચિતા ત્રિવેદી, ઉજ્જવલ દવે, કરણ જોશી અને આકાશ ઝાલા,
લેખક-નિર્દેશક: અભિનય દેશમુખ,
પ્રોડ્યુસર્સ: દિવ્યેશ દોશી, આલાપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર, રાજુ રાયસિંઘાની અને ચૌલા દોશી.
વિતરણ: પેનોરમા સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં (ગુજરાત, મુંબઈ, યુએસ, યુકે, કેનેડા, દુબઈ અને ઓસ્ટ્રેલિયા).
‘પાતકી’ એ એક માણસના મનોવિજ્ઞાન અને ન્યાયતંત્ર વચ્ચેની લડાઈની વાર્તા છે. માનવ (ગૌરવ પાસવાલા) એક સુખી કોર્પોરેટ પ્રોફેશનલ છે, જેની પત્ની નિત્યા (શ્રદ્ધા ડાંગર) તેનું મજબૂત પાસું છે. પરંતુ એક ઘટના એવી બને છે જેમાં માનવ પોતે ગુનો કબૂલ કરવા તૈયાર છે, છતાં પુરાવા તેને નિર્દોષ સાબિત કરે છે. શું તે ખરેખર ‘પાતકી’ છે કે સંજોગોનો ભોગ? આ રહસ્ય ૩૦ જાન્યુઆરીએ ખુલશે.
‘પાતકી’ એ સસ્પેન્સ અને ઈમોશન્સનું એક એવું પેકેજ છે જે પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખશે.”



