અદાણી પાવરના નાણાકીય વર્ષ-૨૬ ના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર

અદાણી પાવરના નાણાકીય વર્ષ-૨૬ ના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર
અમદાવાદ : અદાણી પોર્ટફોલિયો ઓફ કંપનીઓના એક અંગ અને ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ. (APL) એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક અને નવ માસિક નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે.
અદાણી પાવર લિ.ના સી.ઈ.ઓ શ્રી એસ બી ખ્યાલિયાએ આ વિષે જણાવ્યું હતું કે, કંપનીના નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભ અને ખર્ચ-તેમજ કાર્યક્ષમ પાવર પ્રકલ્પો થકી અદાણી પાવરે મજબૂત કામગીરી અને સક્ષમ તરલતા એકધારી જાળવી રાખી છે. અમારી આગામી ક્ષમતાઓ માટે લાંબા ગાળાના વીજ ખરીદી કરારો અમે ઝડપથી હાંસલ કરી રહ્યા છીએ, જેમાં ૨૩.૭ ગીગાવોટની ક્ષમતાના લગભગ અડધા વિસ્તરણ અગાઉ જ રાજ્ય ડિસ્કોમ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ સામેલછે. તેમણે ઉમેર્યું હતું કે અમારા પ્રકલ્પનું અમલીકરણ અમારા લક્ષ્યોને પૂર્ણ કરવાના ધ્યેય સાથે અસાધારણ ઝડપે પ્રગતિ કરી રહ્યું છે તે સાથે વિશ્વસનીય અને સસ્તી વીજળી પુરી પાડીને રાજ્યોને તેમના વિકાસ લક્ષ્યો હાંસલ કરવામાં સહયોગ કરવાનું અમને ગૌરવ છે. દેશના ઊર્જા મિશ્રણમાં થર્મલ પાવરની આવશ્યક ભૂમિકાને પારખીને અદાણી પાવર ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને સંગીન તરલતા જાળવવા સમર્પિત રહી બધા માટે સમૃદ્ધ અને ટકાઉ ભવિષ્યમાં ફાળો આપતી નવી તકોને સ્વીકારવા આતુર છે.
અહેવાલના સમયગાળામાં અદાણી પાવરે માંગમાં કામચલાઉ વિક્ષેપ છતાં મજબૂત નફો નોંધાવ્યો છે ક્ષમતા વિસ્તરણ માટે AA રેટેડ નોન કન્વર્ટીબલ ડિબેન્ચર દ્વારા રૂ. ૭,૫૦૦ કરોડ એકત્ર કર્યા છે. સમીક્ષાના સમય ગાળામાં ૩.૨ ગીગાવોટ માટે નવું પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. વિસ્તરણ ક્ષમતાના જોડાણો ૧૧.૭ ગીગાવોટ સુધી થતા હવે હાલની ક્ષમતાના ૯૦% પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ આવરી લેવામાં આવી છે. સંપાદનના ચાર મહિનામાં ૬૦૦ મેગાવોટ ક્ષમતાનો બુટીબોરી પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત નીચા દરો છતાં સમીક્ષાના ગાળામાં સતત સ્થિર આવક રૂ.૧૨,૭૧૭ કરોડ સતત મજબૂત એબિટ્ડા રૂ. ૪,૬૩૬ કરોડ રહ્યો છે. જ્યારે સમાન ગાળામાં કર પછીનો મજબૂત નફો રૂ. ૨,૪૮૮ કરોડ થયો છે.
વીજ ક્ષેત્રમાં સમીક્ષાના ગાળામાં સમગ્ર ભારતમાં વીજળીની માંગ ૦.૧% ઘટીને ૩૯૨.૨ અબજ યુનિટ થઈ હતી જે ગત નાણાકીય વર્ષના સરખા ગાળામાં ૩૯૨.૬ બિલીયન યુનિટ હતી. ચાલુ નાણા વર્ષના ૯ માસમાં માંગમાં ૦.૫% નો વધારો થયો છે. જે ગત નાણાકીય વર્ષ ૨૫ ના ૯ માસમાં ૧,૨૮૦ બિલીયન યુનિટ હતી.
IEX ડે અહેડ બજારમાં સરેરાશ માર્કેટ ક્લિયરિંગ ભાવ નાણા વર્ષ ૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં ૧૩.૨% ઘટીને કીલોવોટ દીઠ રૂ. ૩.૨૨ અને ૯ મહિનામાં ૧૪.૧% ઘટીને કીલોવોટ દીઠ રૂ. ૩.૮૫/ થયો છે.
સમીક્ષા અહેવાલના સમયમાં મહત્વની કામગીરી અંતર્ગત આસામ ડિસ્કોમ તરફથી ૩,૨૦૦ મેગાવોટનો નવો લાંબા ગાળાનો પાવર ખરીદી કરાર થયો છે. વહેલા અને લાંબા ચોમાસાને કારણે માંગમાં વિક્ષેપ થવા છતાં, ત્રીજા ત્રિમાસિકમાં એકીકૃત વીજ વેચાણ વોલ્યુમ ૨૩.૬ બિલિયન યુનિટ થયું છે. જે ગત નાણા વર્ષના સરખા સમય દરમિયાન ૨૩.૩ બિલિયન યુનિટ હતું.
નીચા દરો અને અન્ય આવક ઓછી હોવા છતાં, સમીક્ષાના ત્રિમાસિકમાં સ્થિર એકીકૃત સતત કુલ આવક રૂ. ૧૨,૭૧૭ કરોડ થઇ છે, જે ગત નાણા વર્ષના સરખા સમયમાં રૂ. ૧૩,૪૩૪ કરોડ થઇ હતી.
નાણા વર્ષ-૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં સતત મજબૂત એકીકૃત એબિડ્ટા રૂ. ૪,૬૩૬ કરોડ રહ્યો છે. જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં રૂ. ૪,૭૮૬ કરોડ રહ્યો હતો. જે માંગમાં નબળી વૃદ્ધિના વાતાવરણમાં કમાણીની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે,
મુખ્યત્વે ઓછા એબિડ્ટાને સરભર કરવા માટે ઓછા નાણાકીય ખર્ચને કારણે ચાલુ નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં કર પહેલાં નફો ૫.૩% વધીને રૂ. ૨,૮૦૦ કરોડ થયો છે જે ગત વર્ષના સરખા સમયમાં રૂ. ૨,૬૫૯ કરોડ હતો. નાણા વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં કર પછીનો મજબૂત સંકલિત રુ. ૨,૪૮૮ કરોડના નફા સામે મુખ્યત્વે એક વખતની અગાઉની આવક ઓછી હોવાને કારણે ચાલુ નાણાકીય વર્ષના સમાન ગાળામાં કર બાદનો નફો રુ.૨,૯૪૦ કરોડ થયો છે.
નાણાકીય વર્ષ-૨૬ના નવ માસ દરમિયાન વધુ અસરકારક સંચાલન ક્ષમતાને કારણે એકીકૃત વીજ વેચાણનું વોલ્યુમ ૩.૪% વધીને ૭૧.૮ બિલિયન યુનિટ થયું છે જે ગત વર્ષના આ ગાળામાં ૬૯.૫ બિલિયન યુનિટ હતું. નીચા વીજ વેચાણ દર અને અન્ય ઓછી આવકને કારણે ચાલુ નાણા વર્ષના નવ માસમાં એકીકૃત અવિરત કુલ આવક રૂ. ૪૦,૫૨૪ કરોડ થઇ હતી. જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ.૪૧,૯૫૧ કરોડ હતી.
મજબૂત એકીકૃત સતત એબિટ્ડા રૂ. ૧૫,૭૧૩ કરોડ સામે ગત નાણા વર્ષ-ના નવ માસમાં રૂ. ૧૬,૪૭૮ કરોડ રહ્યો હતો.
ચાલુ વર્ષના નવ માસમાં કર પહેલાનો સતત નફો રૂ. ૯,૮૯૬ કરોડ હતો. જે ગત વર્ષના સરખા સમયમાંરૂ. ૧૦,૬૭૯ કરોડ થયો હતો. નવા હસ્તગત કરવામાં આવેલા પ્લાન્ટના વધુ અવમૂલ્યનથી ઓછા નાણાકીય ખર્ચ દ્વારા સરભર થયો હતો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના ૯ મહિનાના ગાળામાં કર પછીનો મજબૂત સંકલિત નફો રૂ. ૮,૭૦૦ કરોડ થયો હતો. જે ગત નાણાકીય વર્ષના ૯ માસની તુલનામાં એક વખતની અગાઉની આવકમાં ઘટાડો થવાને કારણે રૂ. ૧૦,૧૫૦ કરોડ થયો હતો.
કેરએજ રેટિંગ્સે કંપનીની રુ.૫૮,000 કરોડ બેંક લોન અને રુ.૧૧,000 કરોડના NCD સુવિધાઓ માટે AA (સ્થિર) / A1+ ક્રેડિટ રેટિંગ આપ્યું છે. કંપનીના બ્રાઉનફિલ્ડ વિસ્તરણ પ્રકલ્પોનું અમલીકરણ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં મહાન ફેઝ-II ૧,૬૦૦ MW USCTPP માટે ૮૦%, રાયપુર ફેઝ-II ૧,૬૦૦ MW USCTPP ૪૪% અને રાયગઢ ફેઝ-II ૧,૬૦૦ MW USCTPP ૩૮% ના સંયુક્ત રીતે કામગીરી ચાલી રહી છે. વધુમાં, અદાણી પાવર લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કોરબા પાવર લિ.એ કોરબા (છત્તીસગઢ) ખાતે તેના ૧,૩૨૦ MWના સુપરક્રિટિકલ પાવર પ્રકલ્પનું બાંધકામ ફરી શરૂ કર્યું છે. આ પ્રકલ્પો તબક્કાવાર નાણાકીય વર્ષ ૨૬-૨૭ અને વર્ષ ૨૦૨૮-૨૯ વચ્ચે પૂર્ણ થશે.



