સેમસંગ દ્વારા વિઝન AI ટીવી માટે પ્લસ કેમ્પેઈન લોન્ચઃ હવે મેળવો મોટું મનોરંજન, મોટાં સ્ક્રીન્સ અને વધુ

સેમસંગ દ્વારા વિઝન AI ટીવી માટે પ્લસ કેમ્પેઈન લોન્ચઃ હવે મેળવો મોટું મનોરંજન, મોટાં સ્ક્રીન્સ અને વધુ
‘મેડ ફોર ઈન્ડિયા’ પ્લસ કેમ્પેઈન એક પુરસ્કૃત ઓફરમાં મોટાં સ્ક્રીન્સ, વધુ સ્માર્ટ વિઝન AI-પાવર્ડ વ્યુઈંગ, ફ્રી ટીવી ચેનલો, વિસ્તારિત વોરન્ટી કવરેજ અને સળ ફાઈનાન્સિંગ જોડીને ટીવીની માલિકી આસાન બનાવે છે.
નિયો QLED, OLED અને ક્રિસ્ટલ UHD TVને આવરી લેતાં પ્લસ કેમ્પેઈન સેમસંગ ટીવી પ્લસ થકી ફ્રી કન્ટેન્ટ, સેમસંગ કેર+ થકી વિસ્તારિત વોરન્ટી અને સેમસંગ ફાઈનાન્સ+ સાથે સાનુકૂળ ખીદી વિકલ્પોને એકત્ર લાવે છે.
ગુરુગ્રામ, ભારત, 28મી જાન્યુઆરી, 2026: ભારતની અગ્રણી કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની ‘મેડ ફોર ઈન્ડિયા’ પ્લસ કેમ્પેઈન જાહેર કરવામાં આવી હતી, જે ગ્રાહકોને જ્યારે જ્યારે સેમસંગ ટેલિવિઝન ખરીદી કરે ત્યારે પુરસ્કૃત કરે છે. આ અનોખી ઓફર આદતો અને ખરીદીની અપેક્ષાઓ આસપાસ નિર્માણ કરાઈ છે, જે ભારતીય ગ્રાહકો માટે મૂલ્ય અને વધુ સ્માર્ટ માલિકી અનુભવો પ્રદાન કરવા તૈયાર કરાઈ છે. પ્લસ કેમ્પેઈન કન્ટેન્ટ પહોંચ, સેવા બાંયધરી, સાનુકૂળ ફાઈનાન્સિંગ અને લાંબા ગાળાનો સોફ્ટવેર ટેકો સાથે આધુનિક ડિસ્પ્લે ટેકનોલોજીઝને જોડીને ભારત માટે તૈયાર ભાવિ સુસજ્જ સમાધાન નિર્માણ કરવા સેમસંગની કટિબદ્ધતા પર ભાર આપે છે.
પ્લસ કેમ્પેઈન લાગલગાટ 19 વર્ષ માટે દુનિયાની નં. 1 ટીવી બ્રાન્ડ તરીકે સેમસંગની આગેવાની પર નિર્માણ કરાઈ છે. તેમાં સેમસંગની ક્રિસ્ટલ UHD, નિયો QLED અને OLED ટેલિવિઝન શ્રેણીઓનો સમાવેશ થાય છે. ગ્રાહકો સેમસંગ ટીવી પ્લસને પહોંચ પ્રાપ્ત કરી શકશે, જે મનોરંજન, મુવીઝ, ન્યૂઝ અને પ્રાદેશિક કન્ટેન્ટમાં 150+ મફત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેનલો ઓફર કરે છે, જેમાં કોઈ સબ્સ્ક્રિપ્શન નથી અથવા ડાઉનલોડ્સની આવશ્યકતા નથી.
ટીવી લાંબા ગાળાના પરફોર્મન્સ અને સુસંગતતા માટે OS અપગ્રેડ્સનાં સાત વર્ષ સુધી સાથે ઈન્ટેલિજન્ટ પિક્ચર બહેતરી માટે સેમસંગ વિઝન AI દ્વારા પાવર્ડ મોટાં સ્ક્રીન્સ પર આકર્ષક વ્યુઈંગ પ્રદાન કરે છે.
“આ ‘મેડ ફોર ઈન્ડિયા’ પ્લસ કેમ્પેઈન ભારતીય ગ્રાહકોની અમારી ઊંડી સમજદારી અને તેમની ખરીદીમાંથી વધુ મૂલ્ય માટે તેમની અપેક્ષાઓ પ્રદર્શિત કરે છે. આજના ટીવીના ખરીદદારો ઉત્કૃષ્ટ પિક્ચર ગુણવત્તાથી પણ વધુ માટે જુએ છે. તેઓ લાંબું આયુષ્ય, સાનુકૂળતા, સ્માર્ટ અનુભવો અને વિશ્વસનીય સેવા ચાહે છે. પ્લસ સાથે અમે એક ઓફરમાં ઈનોવેશન, સુવિધા અને બાંયધરીને એકત્ર લાવીને પ્રીમિયમ ટેલિવિઝન અનુભવો ભારતીય પરિવારો માટે વધુ પહોંચક્ષમ બનાવે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે વેપારના સિનિયર ડાયરેક્ટર વિપ્લેશ ડાંગે જણાવ્યું હતું.
પ્લસ ઈકોસિસ્ટમના ભાગરૂપે ગ્રાહકો પાંચ વર્ષ સુધી વોરન્ટી કવરેજ સાથે બહેતર આફ્ટર- સેલ્સ સર્વિસ માટે સેમસંગ કેર+ને પહોંચ મેળવે છે. આમાં 100 ટકા જેન્યુઈન પાર્ટસ અને સેમસંગના રાષ્ટ્રવ્યાપી સર્વિસ નેટવર્કના ટેકા સાથે રૂ. 599થી શરૂ થતી બે વર્ષની વ્યાપક વોરન્ટીનો સમાવેશ થાય છે.
સેમસંગ ફાઈનાન્સ+ તેને પૂરક છે, જે શૂન્ય ટકા વ્યાજના પ્લાન સહિત સાનુકૂળ અને પેપરલેસ ફાઈનાન્સિંગ વિકલ્પો અભિમુખ બનાવે છે. આ આસાન ફાઈનાન્સિંગ પ્રક્રિયા પોઈન્ટ ઓફ સેલની સુવિધા પ્રદાન કરવા સાથે ખરીદી અવરોધો ઓછા કરવા માટે તૈયાર કરાઈ છે.
પ્લસ કેમ્પેઈન લાર્જ સ્ક્રીન્સ માટે વધતી માગણી અને વિશ્વસનીય આફ્ટર- સેલ્સ સપોર્ટની જરૂર માટે ભારતની વિવિધ ઉપભોગ શૈલીઓ માટે વિકસાવવામાં આવી છે. AI-પાવર્ડ વ્યુઈંગ બહેતરીઓ, વિસ્તારિત સોફ્ટવેર અપગ્રેડ્સ અને સેમસંગ નોક્સ વોલ્ટ જેવા ફીચર્સ થકી યુઝર ડેટા અને ગોપનીયતાનું રક્ષણ કરવા માટે સેમસંગ નોક્સને જોડીને સેમસંગે ભવિષ્યલક્ષી ગ્રાહક રોકાણો કર્યાં છે. આ પહેલ ભારતીય પરિવારો માટે ઈનોવેશન, ગ્રાહકલક્ષી અને લાંબા ગાળાની મૂલ્ય નિર્મિતી પ્રત્યે સેમસંગની કટિબદ્ધતા અધોરેખિત કરે છે અને સ્ક્રીનની પાર જતી અર્થપૂર્ણ વિભિન્નતા પ્રદાન કરીને ભારતીય ટેલિવિઝન બજારમાં તેની આગેવાની મજબૂત બનાવે છે.



