નિસાન મોટર ઇન્ડિયાએ ફેબ્રુઆરી 2026માં વર્ષ દરમિયાન 23 ટકા સંકલિત વૃદ્ધિ નોંધાવી, માર્ચથી શરૂ થઈ ઑલ ન્યૂ નિસાન ગ્રેવાઇટની ડિલિવરી

નિસાન મોટર ઇન્ડિયાએ ફેબ્રુઆરી 2026માં વર્ષ દરમિયાન 23 ટકા સંકલિત વૃદ્ધિ નોંધાવી, માર્ચથી શરૂ થઈ ઑલ ન્યૂ નિસાન ગ્રેવાઇટની ડિલિવરી
ગુરુગ્રામ, 2 માર્ચ, 2026: નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ (એનએમઆઈપીએલ) એ આજે જાહેરાત કરી કે ફેબ્રુઆરી 2026માં કુલ 10,565 કારોનું સંકલિત વેચાણ નોંધાયુ છે. આ વેચાણ સાથે ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યવસાયમાં સતત વૃદ્ધિને વધુ બળ મળ્યું છે. આ આંકડો ઑલ ન્યૂ નિસાન ગ્રેવાઇટના લોન્ચ સાથે વિકાસના આગામી તબક્કા તરફ વધતા પગલાંનો સંકેત આપે છે. ગયા મહિને ઘરેલુ હોલસેલ વેચાણ 2,230 યુનિટ્સ રહ્યું, જ્યારે નિકાસ 8,335 યુનિટ્સ નોંધાઈ. વર્ષદરમિયાન સંકલિત વેચાણમાં 23 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.
ઑલ ન્યૂ નિસાન ગ્રેવાઇટના લોન્ચ બાદ બજારમાંથી જબરદસ્ત પ્રતિસાદ અને સમગ્ર ક્ષેત્રમાંથી ઉત્કૃષ્ટ બુકિંગ સાથે ફેબ્રુઆરીમાં એક વધુ મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ થયો છે. 1 માર્ચ, 2026થી દેશભરમાં નિસાન ગ્રેવાઇટની ડિલિવરી શરૂ કરી દેવામાં આવી છે. ડિલિવરીની શરૂઆત સાથે જ ભારતમાં નિસાનના વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. આ અધ્યાય ખાસ કરીને ભારતીય ગ્રાહકો માટે તૈયાર કરાયેલ પ્રોડક્ટ સ્ટ્રેટેજી, ડીલર્સનો મજબૂત વિશ્વાસ અને બજાર પર વધુ સારો ફોકસ પર આધારિત છે.
નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સોરભ વત્સે જણાવ્યું, “ફેબ્રુઆરીનો મહિનો ભારતમાં નિસાન માટે મહત્વપૂર્ણ અને ભવિષ્ય તરફ આગળ વધવાનો મહિનો રહ્યો છે. અમારું પ્રદર્શન સતત માંગ અને નિકાસમાં મજબૂતી દર્શાવે છે, જે નિસાનના વૈશ્વિક ઓપરેશન્સમાં ભારતના વ્યૂહાત્મક મહત્વને પુષ્ટિ કરે છે. ઑલ ન્યૂ નિસાન ગ્રેવાઇટના લોન્ચને ગ્રાહકો, ડીલર્સ અને ભાગીદારો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. માર્ચમાં ડિલિવરીની શરૂઆત સાથે અમને વિશ્વાસ છે કે આવનારા મહિનાઓમાં બજારમાં અમારા પોર્ટફોલિયોની વાસ્તવિક ક્ષમતા સામે આવશે. અમે ભારતમાં મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર નિસાનની પાયાની સ્થાપના કરી રહ્યા છીએ અને અમારો ફોકસ સતત વિકાસ, ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ અને અમારા નેટવર્ક ફૂટપ્રિન્ટને વધુ મજબૂત બનાવવાનો રહેશે.”
ફેબ્રુઆરીમાં નિસાન મોટર ઇન્ડિયાનું પ્રદર્શન ભારતમાં કંપનીના ચાલુ રિસર્જન્સને દર્શાવે છે. આ પ્રદર્શનને મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો, વધતી નિકાસ માંગ અને નેટવર્ક વિસ્તરણનો સહારો મળી રહ્યો છે. નવી નિસાન મેગ્નાઇટના સતત સારા પ્રદર્શન અને ઑલ ન્યૂ ગ્રેવાઇટ માટે મળેલા જબરદસ્ત પ્રતિસાદ સાથે નિસાન આ વૃદ્ધિને જાળવી રાખવા, ગ્રાહકો સુધી પહોંચ વધુ મજબૂત બનાવવા અને ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.
વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો: www.nissan.in



