ક્રાઇમ

ઉધનામાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, સોનાચાંદીના દાગીના સાથે 3 આરોપી પકડાયા

ઉધનામાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, સોનાચાંદીના દાગીના સાથે 3 આરોપી પકડાયા

સુરત: શહેરના ઉધના વિસ્તારમાં દિવસના સમયે બનેલી ઘરફોડ ચોરીની ઘટનામા ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડી, તેમના પાસેથી અંદાજે ₹57,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ તા. 23 માર્ચ 2026ના રોજ હરિનગર-2 વિસ્તારમાં આવેલ હેતલ એપાર્ટમેન્ટના બીજા માળે સ્થિત એક મકાનમાં અજાણ્યા ઈસમોએ ઘરનો દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ ઘરના કબાટમાં રાખેલા સોનાના દાગીના તેમજ ચાંદીના આભૂષણો મળી કુલ અંદાજે ₹62,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્બેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજ અને માનવીય સૂત્રોના આધારે ઝડપી કાર્યવાહી કરી હતી. જેના પરિણામે મુખ્ય બે આરોપીઓને ઝડપીને પૂછપરછ કરતા ચોરીનો માલ ખરીદનાર ત્રીજા આરોપી સુધી પોલીસ પહોંચી શકી હતી. પકડાયેલા આરોપીઓમાં રાજેશ ઉર્ફે નનકુ તિવારી (ઉ.વ.35), દીપક રાજેન્દ્રપ્રસાદ પાંડે (ઉ.વ.22) અને દીપકકુમાર સુરેશકુમાર જૈન (ઉ.વ.30)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી રાજેશ તિવારી અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.

પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઈન, બુટ્ટીઓ, પેન્ડલ તથા ચાંદીના સાકળા મળી કુલ અંદાજે ₹57,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કામગીરી ઉધના પોલીસ અને સર્વેલન્સ ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button