રાજનીતિ

શિનોરના મીઢોળ ગામે ભાજપના દિગ્ગજ નેતાઓની જમાવટ: રસિકભાઈ પ્રજાપતિએ સંજય ઠાકોર અને ટીમની મુલાકાત લીધી

શિનોરના મીઢોળ ગામે ભાજપના દિગ્ગજ નેતાઓની જમાવટ: રસિકભાઈ પ્રજાપતિએ સંજય ઠાકોર અને ટીમની મુલાકાત લીધી
વડોદરા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ અને હાલ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ શિનોર તાલુકાના મીઢોળના પૂર્વ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ની મુલાકાત લીધી.
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ આજરોજ તારીખ 21 એપ્રિલ 2026 ના રોજ શિનોર તાલુકાના મીઢોળ ગામે પૂર્વ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સંજય ઠાકોર તથા તેમની સમગ્ર ટીમ ની સૌજન્ય મુલાકાત લઇ સંબંધોની સાચી મૂડી એટલે સ્નેહ અને આદર સાબિત કર્યા હતા અને તેઓએ નવીન બની રહેલ રામજી મંદિરની મુલાકાત લીધી હતી, તેઓની સાથે જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ પ્રશાંત બારોટ ઉર્ફે પીન્ટુ દાદા મીઢોળના સરપંચ વિનુભાઈ, મણીલાલ રાણા, રાકેશ પટેલ, સુનિલ પટેલ, મહેશ પટેલ અને ઠાકોર સમાજના આગેવાનો જોડાયા હતા. તેઓની ઓચિંતી મુલાકાતથી બક્ષીપંચ આગેવાનોમાં આનંદની લાગણી વ્યાપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button