શિક્ષા

અદાણી યુનિવર્સિટીનું ઇન્ડસ્ટ્રી-રેડી શિક્ષણ રંગ લાવ્યું; ૨૦૨૫-૨૬ની બેચમાં શાનદાર પરિણામો

અદાણી યુનિવર્સિટીનું ઇન્ડસ્ટ્રી-રેડી શિક્ષણ રંગ લાવ્યું; ૨૦૨૫-૨૬ની બેચમાં શાનદાર પરિણામો
માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA), કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE) અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT) પ્રોગ્રામ્સમાં ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ પરિણામો નોંધાયા.
અમદાવાદ : અદાણી યુનિવર્સિટીના કેરિયર ડેવલપમેન્ટ સેલ (CDC) દ્વારા ૨૦૨૫ અને ૨૦૨૬ની ગ્રેજ્યુએટિંગ બેચ માટે એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામ્સમાં મજબૂત પ્લેસમેન્ટ પરિણામો નોંધ્યા છે. આ સફળતા યુનિવર્સિટીના ઉદ્યોગ-વ્યવસાય માટે તૈયાર શિક્ષણ અભિગમ અને પ્રતિભાની સ્વીકૃતિ દર્શાવે છે.
વર્ષ ૨૦૨૫ની MBA બેચમાં તમામ પ્રોગ્રામ્સમાં સૌથી વધુ પ્લેસમેન્ટ દર નોંધાયો છે. જ્યારે ૨૦૨૬ની બેચ આ ગતિને આગળ ધપાવી રહી છે, જેમાં પ્લેસમેન્ટની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને હાઈએસ્ટ પેકેજમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE) અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT) પ્રોગ્રામ્સમાં શાનદાર પ્લેસમેન્ટ નોંધાયું છે. આ સાથે વર્ષ ૨૦૨૬ની માસ્ટર ઓફ ટેક્નોલોજી (M. Tech.) બેચના તમામ સહભાગી વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ સુરક્ષિત કર્યા છે.
માત્ર પ્લેસમેન્ટ જ નહીં, વિદ્યાર્થીઓએ દેશ-વિદેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેક્નોલોજી (IITs) અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં પણ ઇન્ટર્નશિપની તકો મેળવી છે, જે અદાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની વૈશ્વિક સ્તરે ઓળખ પ્રસ્થાપિત કરે છે.
આ પરિણામો કેરિયર ડેવલપમેન્ટ સેલ (CDC) દ્વારા ક્લાસરૂમ લર્નિંગ અને ઉદ્યોગની અપેક્ષાઓ વચ્ચેના અંતરને પૂરવા માટે કરવામાં આવતા સતત પ્રયાસો આભારી છે. ‘સીઈઓ સિરીઝ’ (CEO Series), એક્સપર્ટસ સેશન અને સુવ્યવસ્થિત કેરિયર-રેડીનેસ પ્રોગ્રામ્સ જેવી પહેલો દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગના દ્રષ્ટિકોણ અને કાર્યસ્થળની અપેક્ષાઓનું પ્રારંભિક એક્સપોઝર મળે છે.
પ્લેસમેન્ટના પરિણામો અંગે ટિપ્પણી કરતા અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ધવલ પુજારાએ જણાવ્યું હતું કે, “આ પરિણામો વિદ્યાર્થીઓને લાંબાગાળાની કારકિર્દીની સફળતા માટે તૈયાર કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારા અભ્યાસક્રમો શૈક્ષણિક પ્રક્રિયાઓ, ઉદ્યોગ જોડાણ અને AI-ઇન્ટિગ્રેટેડ શિક્ષણનો સમન્વય કરે છે, કારણ કે આજે AI સાક્ષરતા એ કોઈ વિશેષતા નથી પરંતુ એક પાયો છે. અમને ગર્વ છે કે અમારા વિદ્યાર્થીઓ ભારત અને વિશ્વભરની અગ્રણી સંસ્થાઓમાં તકો મેળવી રહ્યા છે.”
અદાણી યુનિવર્સિટી વિશે:
અદાણી ગ્રૂપ દ્વારા સ્થાપિત અદાણી યુનિવર્સિટી અમદાવાદ, ખાતે આવેલી છે. યુનિવર્સિટી યુવાનોને શિક્ષિત અને સશક્ત કરવા, પરિવર્તનશીલ સંશોધનને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક સસ્ટેનેબિલિટીમાં યોગદાન આપવાના વિઝન સાથે કાર્ય કરે છે. યુનિવર્સિટી તેના પાંચ મુખ્ય ફોકસ ક્ષેત્રો – ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, હેલ્થકેર, એનર્જી અને ડિફેન્સમાં અન્ડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડોક્ટરલ પ્રોગ્રામ્સ ઓફર કરે છે. પ્રભાવશાળી ઇન્ડસ્ટ્રી જોડાણ અને મલ્ટિડિસિપ્લિનરી રિસર્ચ દ્વારા યુનિવર્સિટી ઝડપથી બદલાતી દુનિયા માટે ફ્યુચર-રેડી પ્રોફેશનલ્સ અને લીડર્સ તૈયાર કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button