આરોગ્ય

સુરતની ત્રણ સાર્વજનિક કોલેજોના સંયુક્ત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની શાનદાર ઉજવણી

સુરતની ત્રણ સાર્વજનિક કોલેજોના સંયુક્ત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની શાનદાર ઉજવણી
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મિડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત, વી. ટી. ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન તથા વી. ટી. ચોકસી લો કોલેજના સંયુક્ત ઉપક્રમે તા. ૨૧/૦૬/૨૦૨૬, રવિવારના રોજ બી.એડ. કોલેજના હોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન યોગગુરુ શ્રી અભિષેક આર્યા અને શ્રી સંદીપ રાજપૂત દ્વારા વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લઈને સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી માટે યોગના મહત્વને સમજ્યું હતું.
આ કાર્યક્રમમાં ત્રણેય કોલેજોના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, બિનશૈક્ષણિક કર્મચારીગણ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા નિયમિત યોગાભ્યાસ અપનાવી સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button