વ્યાપાર

ફ્રીડ દ્વારા ઈએમઆઈ સ્કોર રજૂ કરવામાં આવ્યો, લોનની ચુકવણીની ક્ષમતા ચકાસવામાં ઉધાર લેનારાઓને મદદ કરતું મફત નાણાંકીય મૂલ્યાંકન સાધન

  • ફ્રીડ દ્વારા ઈએમઆઈ સ્કોર રજૂ કરવામાં આવ્યો, લોનની ચુકવણીની ક્ષમતા ચકાસવામાં ઉધાર લેનારાઓને મદદ કરતું મફત નાણાંકીય મૂલ્યાંકન સાધન
    ગુરુગ્રામ / મુંબઈ : ભારતના પ્રથમ લાયેબિલિટી મેનેજમેન્ટ પ્લેટફોર્મ ફ્રીડ (FREED) દ્વારા આજે ઈએમઆઈ સ્કોર લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉધાર લેનારાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલો નાણાંકીય સ્થિતિનું મૂલ્યાંક કરતો માપદંડ છે, જે નિઃશુલ્ક છે. ઈએમઆઈ સ્કોર આવકની સ્થિરતા અને ગુણવત્તા, માસિક બચત તેમજ કુલ લોન અને ઈએમઆઈને ધ્યાનમાં લઈને દરેક ઉધાર લેનારને 0થી 100ના સ્કેલ પર સ્થાન આપે છે. આથી વ્યક્તિને સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે તેની નાણાંકીય સ્થિતિ ક્યાં ઊભી છે અને તે કેટલી લોનની ચુકવણી સરળતાથી કરી શકે છે.
    આ સ્કોર આજે જ freed.care/emi-score પર મફતમાં ઉપલબ્ધ છે.
  • ભારતને ઉધાર લેનારના દ્રષ્ટિકોણથી સ્કોરની જરૂર શા માટે છે
    ક્રેડિટ એટલે કે ધિરાણ એ કોઈપણ પરિવાર પાસે ઉપલબ્ધ સૌથી શક્તિશાળી નાણાંકીય સાધનોમાંનું એક છે. લાખો ભારતીયો પોતાના જીવનમાં આગળ વધવા માટે લોન લે છે અને દેશમાં ધિરાણના વિસ્તરણથી લોકો તેમજ અર્થતંત્રને ખરેખર લાભ થયો છે. જ્યારે કોઈ વસ્તુનું નિર્માણ કરવા માટે અને લોનની ટકાઉ રીતે ચુકવણી કરી શકાશે કે નહીં તેનું પ્રામાણિક મૂલ્યાંકન કર્યા બાદ લોન લેવામાં આવે ત્યારે તે સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે.
    પરંતુ આ બીજા પાસામાં જ ખામી છે. જૂન 2026ના આરબીઆઈના નાણાંકીય સ્થિરતા અહેવાલ અનુસાર, ઘરેલુ દેવું જીડીપીના 45.5 ટકા સુધી પહોંચી ગયું છે, જ્યારે રહેઠાણ સિવાયની લોન હવે ઘરેલુ ધિરાણના 58.4 ટકા હિસ્સા જેટલી છે.
    આજે ઉધાર લેનારાઓ પાસે તેમના સૌથી મહત્વના સવાલનો કોઈ સરળ જવાબ નથી: હું હાલમાં ચૂકવી રહેલી અન્ય તમામ જવાબદારીઓ સાથે આ ઈએમઆઈ ખરેખર સરળતાથી ચૂકવી શકીશ કે નહીં? આ સવાલનો જવાબ ન મળવાને કારણે લાખો લોકો અજાણતાં પોતાની આવક અને બચતની ક્ષમતા કરતાં વધુ દેવું લઈ લે છે. જ્યારે ચુકવણી ચૂકાઈ જાય ત્યારે જ તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવે છે, પરંતુ ત્યાં સુધીમાં તેમની પાસે રહેલા વિકલ્પો મર્યાદિત થઈ ગયા હોય છે. લોકોને નાણાંકીય તણાવ વધતો હોય ત્યારે જ તેની જાણ થાય અને તેઓ તેના નિવારણ માટે કંઈક કરી શકે તેવો કોઈ સરળ માર્ગ અત્યાર સુધી ઉપલબ્ધ નહોતો.
  • ઈએમઆઈ સ્કોર કેવી રીતે કામ કરે છે
    ઈએમઆઈ સ્કોર વ્યક્તિના નાણાંકીય જીવનના ત્રણ મહત્વના પાસાંને એકસાથે લાવીને 0થી 100 વચ્ચેનો એક સ્કોર આપે છે:
    આવક – માસિક આવક કેટલી સ્થિર અને પૂરતી છે
    બચત – જરૂરિયાત ઊભી થાય ત્યારે ઉપયોગમાં લઈ શકાય તેવી નાણાંકીય બચત કેટલી છે
    લોન સંબંધિત વર્તણૂંક – હાલની લોનની ચુકવણી કેટલી સારી રીતે કરવામાં આવી રહી છે
    Zone
    What the score is saying
    What follows
    Green
    65 to 100 · Prevention
    Income covers EMIs, savings are steady, loans are well managed. There is room to borrow if needed.
    Keep the habits going and check again before taking on anything new.
    Amber
    35 to 64 · Care
    Stress is building. EMIs are rising as a share of income, savings are thinning, loans are getting harder to juggle.
    Nothing has broken yet, but this is the moment to simplify, often by consolidating multiple EMIs into one affordable repayment.
    Red
    0 to 34 · Cure
    Finances are under real strain, and repayment is a struggle.
    This is the point to stop borrowing and resolve what is already owed, through a structured settlement and repayment plan.
    આ સ્કોર દરેક ઉધાર લેનારને ત્રણમાંથી એક ઝોનમાં સ્થાન આપે છે અને દરેક ઝોન અનુસાર આગળ શું કરવું તે અંગે સ્પષ્ટ માર્ગદર્શન મળે છે.
    નિવારણ, સંભાળ અને ઉકેલ – આ ત્રણ આધારો પર ફ્રીડ દ્વારા દેવામાંથી રાહત આપતા તેના ઉકેલોના સમગ્ર માળખાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઈએમઆઈ સ્કોર નિદાનનું કામ કરે છે. ત્યાર બાદ જે આવે છે તે સારવાર છે.
    ફ્રીડના સ્થાપક અને સીઈઓ રિતેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ફ્રીડની સ્થાપના જ ઉધાર લેનારને પ્રથમ સ્થાન આપવા માટે કરવામાં આવી છે અને ઈએમઆઈ સ્કોર તેનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ છે. ક્રેડિટ સારી બાબત છે. લોકો તેના દ્વારા ઘર ખરીદે છે, પોતાના બાળકોને શિક્ષણ આપે છે અને વ્યવસાય ઊભા કરે છે. સવાલ ક્યારેય એવો નથી કે લોન લેવી કે નહીં. સવાલ એ છે કે આ સમયે લેવામાં આવેલી આ લોન તમે સરળતાથી ચૂકવી શકો છો કે નહીં. આજે મોટાભાગના લોકોને ચુકવણી ચૂક્યા બાદ જ ખ્યાલ આવે છે કે તેઓ નાણાંકીય તણાવમાં છે. અમે આ ક્ષણને વહેલી લાવવા માગીએ છીએ, જેથી ઉકેલના તબક્કાથી સંભાળ અને ત્યાર બાદ નિવારણ તરફ આગળ વધી શકાય. લોન તમને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થવી જોઈએ. તે ક્યારેય એવી બાબત ન બનવી જોઈએ જેના કારણે તમને રાત્રે ઊંઘ ન આવે.”
    દરેક ઉધાર લેનાર વ્યક્તિ પોતાનો ક્રેડિટ સ્કોર પહેલેથી જ જાણે છે અને તે પોતાનું કામ સારી રીતે કરે છે. ઈએમઆઈ સ્કોર એક અલગ સવાલનો જવાબ આપે છે અને તે જવાબ ધિરાણ આપનારના બદલે ઉધાર લેનારના દ્રષ્ટિકોણથી આપે છે. તે ભૂતકાળમાં લોન કેવી રીતે ચૂકવવામાં આવી હતી તેનો રેકોર્ડ નથી. તેના બદલે, તે એ દર્શાવે છે કે આજની આવક અને બચત આજની ઈએમઆઈની ચુકવણી માટે પૂરતી છે કે નહીં અને તેમાં વધુ એક ઈએમઆઈ ઉમેરવામાં આવે તો શું અસર થઈ શકે છે.
    બંને પ્રકારના મૂલ્યાંકન મહત્વપૂર્ણ છે અને જ્યારે બંનેને સાથે જોવામાં આવે ત્યારે તે વધુ અસરકારક બને છે. જ્યારે ઉધાર લેનારાઓને પોતાની નાણાંકીય ક્ષમતા કેટલી છે તેની સમજ હોય અને તેઓ પોતાની આવક તથા ક્ષમતાની મર્યાદામાં રહીને લોન લે, ત્યારે લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થવાની શક્યતા ઘટે છે અને સમગ્ર ધિરાણ વ્યવસ્થા વધુ સ્થિર બને છે. સમય જતાં, ઉધાર લેનારાની નાણાંકીય સ્થિતિ અને દેવું લેવાની ક્ષમતાનું વિશ્વસનીય માપદંડ ઉધાર લેનારાઓ અને ધિરાણ આપનારાઓ વચ્ચે સેતુનું કામ કરી શકે છે. તે બંને પક્ષોને વધુ સારા અને ટકાઉ નાણાંકીય નિર્ણયો લેવામાં મદદ કરશે. ફ્રીડ જે ભારતનું નિર્માણ કરવા માગે છે તે એવું ભારત છે જ્યાં લોકો આત્મવિશ્વાસ સાથે અને જવાબદારીપૂર્વક લોન લે અને તેઓ ખરેખર કેટલી લોનની ચુકવણી કરી શકે છે તેની સ્પષ્ટ સમજ ધરાવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button