સાધલીની ત્રણ સરકારી દુકાનો ના પરવાના રદ કરાયાને 10 મહિના ઉપરાંત નો સમય થયો હોવા છતાં પરવાના શરૂ કરાયા નથી

સાધલીની ત્રણ સરકારી દુકાનો ના પરવાના રદ કરાયાને 10 મહિના ઉપરાંત નો સમય થયો હોવા છતાં પરવાના શરૂ કરાયા નથી
વડોદરા જિલ્લા પુરવઠા અધિકારીના મનમાં શું ચાલી રહ્યું છે તે શંકા પ્રેરે છે
વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સાધલીની ત્રણ સસ્તા અનાજની દુકાનોના પરવાના તારીખ 7 ઓગસ્ટ 2025 ના રોજ હુકમ કરી 90 દિવસ માટે મોફુક રાખેલા, તેના 90 દિવસ પૂરા થયા,અને સાડા દશ મહિના ઉપરાંત સમય થયો હોવા છતાં પણ હજુ સુધી દુકાનો ચાલુ થઈ નથી. જેથી શંકા ની સોય અધિકારી તરફ જાય છે.
વડોદરા જિલ્લા પુરવઠા પરવાના અધિકારી જી.એન. દેસાઈ દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2025 ના રોજ જથ્થામાં તફાવત (વધઘટ)) માલુમ પડતાં સાધલીના ત્રણ વેપારીઓ 1, રાઠોડ સબીરભાઈ ઈશબભાઈ ,2 ,રાઠોડ નિયામતખાં દિલાવરખાં અને 3, સૈયદ સોયેબહુસેન લિયાકતઅલીની દુકાનોના પરવાના તાત્કાલિક અસરથી 90 દિવસ પુરાની મુદત માટે વચગાળાનો મોફુકી હુકમ કર્યો હતો. અને મામલતદાર, શિનોર દ્વારા ત્રણેય દુકાનોના રેશનકાર્ડ ધારકો માટે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તારીખ 7 નવેમ્બર 2025 ના રોજ 90 દિવસની મુદત પૂરી થઈ ગઈ હતી અને આજે સાડા દશ મહિના ઉપરાંતનો સમય થયો છે , છતાં પણ પુરવઠા અધિકારી વડોદરા દ્વારા પોતે કરેલા હુકમનું પાલન કરતા નથી અને આજે પણ આ 3 દુકાનો બંધ છે ,જેના કારણે એકજ દુકાનદાર પર અતિશય ભારણ વધી જતાં ઘણીવાર ગ્રાહકોને અગવડતામાં મુકાવવુ પડે છે.
પોતાના હુકમમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ હુકમને કારણે અન્ય કાયદા હેઠળ કરવાપાત્ર કાર્યવાહીને કોઈ બાધ રહેશે નહીં, પરંતુ આ 90 દિવસ ઉપરાંત સાડા દશ મહિનામાં તંત્ર દ્વારા કોઈપણ અન્ય કામગીરી કરવામાં આવેલ નથી, જેથી જથ્થામાં તફાવત સિવાય અન્ય કોઈ ગેરરીતી તપાસમાં બહાર આવેલ નથી, એ સાબિત થાય છે. વર મરો કે કન્યા મરો પરંતુ ગોરનું તરભાણું ભરો, એ ઉક્તિને કોઈ અધિકારી સાબિત ના કરે ,અને રાજકીય આટાપાટામાં આ હુકમ અટવાયો હોય તો રેશનકાર્ડ ધારકોની લાગણી અને મુશ્કેલીઓ સમજીને વહેલામાં વહેલી તકે ન્યાયી ઉકેલ લાવી ,દુકાનો શરૂ કરાવો એવી કાર્ડ ધારકોની માંગ છે.



